Homeગુજરાતરાજકોટરાજકોટમાં વરસાદ બાદ મજબૂત માર્ગો પર પડેલા ખાડા બુરવાનું મજબૂત ઝુંબેશ શરૂ

રાજકોટમાં વરસાદ બાદ મજબૂત માર્ગો પર પડેલા ખાડા બુરવાનું મજબૂત ઝુંબેશ શરૂ

-

રાજકોટ : ગત મંગળવારના રોજ રાજકોટ શહેર (Rajkot City)માં ભારે વરસાદ વરસતા શહેરના ઘણાં વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરમાં પાણી ભરાતા મહાનગરપાલિકા Rajkot RMC ની પ્રી-મોન્સૂન કામગીરીના પોકળ દાવા પાણી સાથે તણાયા હતા. શહેરના માર્ગો જળમય બન્યા જ્યારે કેટલીક સોસાયટીઓ પણ પાણીમાં ગરકાવ થઈ હતી. હવે જ્યારે બે દિવસથી વરસાદ બંધ થયો છે ત્યારે મહાનગરપાલિકા કમિશનર અમિત અરોરાએ ખાડાઓ બુરવા માટેની સૂચના આપી છે.

મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરા (Amit Arora)એ શહેરના માર્ગો પર વરસાદના કારણે પડેલા ખાડા બુરવા સૂચના આપી છે. આજરોજ તારીખ 14 જૂલાઈના રોજ અમિત અરોરાએ માધાપર ચોકડી અને ગોંડલ ચોકડી સહિતના વિસ્તારમાં ખાડા બુરવાની કામગીરીની સમીક્ષા કરી હતી.

rajkot rmc fil the potholes on roads after heavy rain news 2022
રસ્તા પર ખાડા બુરાવાની કાર્યવાહી

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ત્રણેય ઝોનમાં મુખ્યમાર્ગો પર પડેલા ખાડા મેટલ-મોરમને બદલે પેવિંગ બ્લોકથી ભરવામાં આવી રહ્યાં છે. આવું કરવાથી અધિકારીઓ માને છે કે લેવલીંસ સારી રીતે થાય છે અને મજબૂતી વધારે મળે છે.

રાજકોટમાં વરસાદના આગમનની સાથે જ માર્ગો પણ પાણી ફરી વળ્યા હતા. સાથે જ મહાનગરપાલિકાના ગુણવત્તા યુક્ત રોડમાં ખાડા પડી ગયા હોય વાહન ચાલકો ભય સાથે વાહન ચલાવવા મજબૂર હતા. ત્યારે મહાનગરપાલિકાએ હવે આ ખાડા મજબૂતીથી બુરવા માટે ઝુંબેશ ઉઠાવ્યું છે. ત્યારે નગરજનોમાં ચર્ચા છે કે જોવું રહ્યું કે આ ખાડા બુરવામાં કેવી મજબૂરી મળે છે તે આવનારો સમય જ કહેશે. જો કોન્ટ્રાક્ટરો પાસે સારી રીતે કામ કરાવવામાં આવે તો આ પ્રકારના ખાડા પડે કે કેમ તે સરકારી એન્જીનિયર જ જણાવી શકે છે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...