Homeગુજરાતરાજકોટકોના બાપની દિવાળી, RMCએ 12 લાખના ખર્ચે મહિલા કોલેજ અંડર બ્રિજ રંગી...

કોના બાપની દિવાળી, RMCએ 12 લાખના ખર્ચે મહિલા કોલેજ અંડર બ્રિજ રંગી નાખ્યો

-

Rajkot RMC News રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા (RMC)  દ્વારા શહેરના મહિલા કોલેજ અંડરબ્રિજને વિવિધ ચિત્રોથી રંગવામાં આવ્યો છે. ‘આઝાદી કા અમૃત મહોત્વસ’ અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ધ્યાને રાખી વિખ્યાત મહિલાઓના ચિત્રો દોરવામાં આવ્યા છે. પરંતુ આ ચિત્રો પેઈન્ટ કરવા માટે મહાનગરપાલિકાએ જનતા પાસેથી ટેક્સ પેટે ઉઘરાવેલી રકમમાંથી 12 લાખ ખર્ચ કર્યા છે. ચિત્રો પેઈન્ટ કરવા હોય તો ખર્ચ તો થાય જ પરંતુ અહિં સવાલ એ છે કે, જ્યારે અગાઉ શહેરમાં કલાકારો દ્વારા વિવિધ સ્થળો પર રંગના ખર્ચ સિવાય કોઈ મહેનતાણા વિના મફતમાં ચિત્રો પેઈન્ટ કરી આપવામાં આવ્યા છે. ત્યારે લોકોના મનમાં સવાલ છે કે, તો હવે RMCને એવું તો શું શુરાતાન ચઢ્યું કે ખાસ કલાકારો બોલાવી લાખોના ખર્ચે ચિત્રો દોરાવવા પડ્યા.

રાજકોટ RMC દ્વારા શહેરના કાલાવડ રોડ પર સ્થિત મહિલા કોલેજ અંડરબ્રીજમાં રૂપિયા 12 લાખના ખર્ચે ચિત્રો પેઈન્ટ કરાવવામાં આવ્યા છે. પરંતુ અગાઉ જ્યારે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ શહેરમાં ચિત્રનગરી દ્વારા 15 હજાર ચિત્રો કલાકારો દ્વારા માત્ર રંગના ખર્ચથી પેઈન્ટ કરી આપ્યા હતા. તો હવે મહાનગરપાલિકા દ્વારા કેમ રૂપિયા 12 લાખ માત્ર એક અંડરબ્રીજ રંગવામાં નાખવા પડ્યા તે મોટો સવાલ છે.

આ મામલે ગુજરાતી ન્યૂઝ વેબસાઈટના અહેવાલમાં પ્રદિપ ડવને ટાંકીને તેમનું નિવેદન જણાવાયું છે કે ડવે જણાવ્યું છે કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા કોલેજ અન્ડર બ્રિજ ખાતે અંદાજિત 45 હજાર સ્ક્વેર ફૂટમાં ચિત્રો છે. જેનો ખર્ચ અંદાજિત 12 લાખ જેવો થાય છે. જેમાં લતા મંગેશકર, રાણી લક્ષ્મીબાઇ, કલ્પના ચાવલા સહિતના કેટલાક વિખ્યાત મહિલાઓના ચિત્રો દોરવામાં આવ્યા છે.

ત્યારે શહેરના નાગરિકોમાં ચર્ચા ચાલી રહી છે કે, મનપામાં ‘કોના બાપની દિવાળી’ જેવું કામ ચાલે છે.

Must Read