Homeમનોરંજનઆ મેયરનો 'માયલો હજી જીવે' છે, ઉત્તરાયણના તહેવારે કર્યુ આવું !

આ મેયરનો ‘માયલો હજી જીવે’ છે, ઉત્તરાયણના તહેવારે કર્યુ આવું !

-

Rajkot RMC Mayor Pradip Dav: ઉત્તરાયણ (Kite Festival) કે’તા મકરસંક્રાંતિનો પર્વ (Makar Sankaranti Festival) એટલે ખગોળીય મહત્વ, ધાર્મિક મહત્વ સાથે ઉલ્લાસનો પર્વ. પરંતુ કોરોના મહામારીના પગપેસારા બાદ લોકો માટે અગાઉની જેમ ઉજવણી શક્ય નથી બનતી, તો બીજી તરફ કેટલાક સ્વાસ્થ્ય કર્મીઓ તો તહેવારની ઉજવણી વિશે વિચારી પણ નથી શકતા.

તેની પાછળનું કારણ કોરોનાને કાબુમાં લેવાની જવાબદારી અને લોકોના જીવન બચાવવાની તેમની ફરજ પ્રત્યે તેઓ વફાદાર છે. મોટાભાગના લોકોનેતાઓ તહેવારની ઉજવણીમાં કોરોના વોરીર્યસ જાણ્યે અજાણ્યે વિસરી જ ગયા, પણ રાજકોટના RMC (Rajkot Municipal Corporation) મેયર ડૉ. પ્રદીપ ડવની અંદરનો માણસ તેમને નથી ભુલ્યો. ટૂંકમાં તેમનો ‘માયલો હજી જીવે’ છે.

Rajkot rmc municipal corporation bjp mayor pradip dav kite festival visit city news satyamanthan
Rajkot RMC Mayor Pradip Dav કોરોના ટેસ્ટીંગ બુથ ખાતે ફરજ બજાવતા કર્મચારીઓની ઉત્તરાયણ પર્વ પર શુભેચ્છા મુલાકાત લેવા પહોંચ્યા હતા.

આજરોજ મકરસંક્રાંતિના તહેવાર પર જ્યારે સૌ કોઈ ઉજાણી કરી રહ્યા છીએ ત્યારે, કોરોના ટેસ્ટ અને સારવાર માટે કર્મચારીઓ કોરોના કાબુમાં લેવાની ફરજમાં વ્યસ્ત છે. આ તેમની નોકરી અને ફરજ છે એ ચોક્કસ વાત પણ, તેમના પરિવાર પણ સાથે ઉજવણી કરવાના ઓરતા રાખતા હોય છે. આ વાત રાજકોટના મેયર ડૉ. પ્રદીપ ડવ બખૂબી સમજતા હોવા જોઈએ. માટે જ તેઓ આજે પોતાના આ કર્મચારીઓ પાસે પહોંચી ઉત્તરાયણની શુભેચ્છાઓ આપવા પહોંચી ગયા હશે.

આજરોજ મકરસંક્રાંતિના પર્વની શુભકામનાઓ પાઠવવા રાજકોટના મનપા ના (મહાનગરપાલિકા) મેયર ડૉ. પ્રદીપ ડવ ખુદ કોરોના ટેસ્ટિંગ બુથ ખાતે ફરજ પર રહેલા કર્મચારીઓ પાસે પહોંચી ગયા હતા. આ સમયે તેઓએ કર્મચારીઓના ‘ચીક્કી’ થી મોં મીઠા કરાવ્યા હતા. સાથે જ કર્મચારીઓ સાથે સંવાદ પણ કર્યો હતો.

આ કામનો ઉલ્લેખ જરૂરી છે કેમકે આ કામ તેમની ફરજનો ભાગ નથી, વળી રાજકીય જશ ખાટવાની વાત હોય તો પણ તેમનો ‘માનવીય અભિગમ’ ખોટો નથી. પત્રકારત્વનો વિદ્યાર્થી (જીવનભર વિદ્યાર્થી જ રહીશ) હોવાના નાતે સામાન્ય રીતે ખોટા વખાણ કરતા લેખો લખવાનો વિરોધી છું. પણ અહીં વાત માનવીય અભિગમ દાખવતા મેયરના કાર્યની છે. મેયર ડવનું આ ‘આઉટ ઑફ ધ બૉક્સ’ કાર્ય સરાહનીય હોવા સાથે અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ માટે ઉદાહરણ રૂપ ઘટના પણ છે.

Rajkot RMC Mayor Pradip Dav (BJP yuva morcha) દ્વારા ટેસ્ટીંગ બુથ પરના કર્મચારીઓને ચીક્કી આપી મોં મીઠા કરાવવામાં આવ્યા હતા
Rajkot RMC Mayor Pradip Dav દ્વારા ટેસ્ટીંગ બુથ પરના કર્મચારીઓને ચીક્કી આપી મોં મીઠા કરાવવામાં આવ્યા હતા

કોઈ પણ અધિકારી કે પદાધિકારી માટે તેમના કર્મચારીઓ મહત્વના હોય છે. અધિકારી કે પદાધિકારીઓ તો માત્ર પ્લાનિંગ તેમજ આદેશ કરી કર્મચારીના શિરે અમલીકરણ થોપી દેતા હોય છે. તેમના આદેશના અમલીકરણ માટે કર્મચારીઓ રાત-દિવસ કે વાર-તહેવાર જોયા વિના કાર્ય કરતા હોય છે. પણ તેમની ફરજ નિષ્ઠાની નોંધ ખૂબ જ નહિવત લેવાતી રહી છે.

આવા ફરજનિષ્ઠ કર્મચારીઓના કાર્યની નોંધ લેવી અને તેમને બિરદાવવા ખૂબ જરૂરી છે. જો તેવું થાય તો તેઓને જાણે આસમાને પહોંચ્યાનો આનંદ તેમજ અજાણ્યો બુસ્ટર ડોઝ મળી જાય જે બધો જ થાક ઉતારી છે. પણ આવું થાય ક્યારે ? જ્યારે તેમના ઉપરી અધિકારી કે પદાધિકારીની અંદરનો માણસ જીવતો હોય, ત્યારે અંદરનો માણસ કર્મચારીઓ પણ તેના જેવો જ એક માણસ છે તેવી યાદ અપાવે.

Must Read