Rajkot RMC News : મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ ઘણી વધી જાય છે.
રાજકોટ મહાનગરપાલિકાના Rajkot Municipal Corporation આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.
જૂઓ વીડિયો: 14 હજાર ફૂટની ઊંચાઈ એ બરફમાં જવાનોના કરતબનો વીડિયો
Rajkot RMC News : રોગચાળો અટકાવવા ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવા કહ્યું
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મચ્છર જન્ય રોગોના સાપ્તાહિક પોઝિટિવ કેસની સંખ્યા અખબારી યાદીમાં જાહેર કરી છે. આ સાથે જ અન્ય રોગચાળાના આંકડા પર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં તારીખ 07-02-2022 થી 13-02-2022 સુધીમાં શરદી – ઉધરસના કેસ 367, સામાન્ય તાવના કેસ 124, ટાઈફોડઈડ તાવના કેસ 0, કમળો તાવ 0 અને મરડાના કેસ 0 છે.

રોગચાળા દ્વારા પેદા થતા આરોગ્યના પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મનપા દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં વાહકનિયંત્રણની કામગીરી હેઠળ તારીખ 07-02-2022 થી તારીખ13-02-2022 દરમિયાન પોરા નાશક કામગરી કરવામાં આવી હતી. આ કામગીરીમાં 12,783 ઘરમાં પોરા નાશક કામગીરી તેમજ 1275 ઘરમાં ફોગીંગ કરવામાં આવેલ છે.

મહાનગરપાલિકા એ જાહેર કરેલી અખબારી યાદી મુજબ ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકવા માટે 10 X 10 X 10 નું સુત્ર અ૫નાવાવ સલાહ આપી છે. જેમાં પ્રથમ 10 દર રવિવારે સવારે ૧૦ વાગ્યે ૧૦ મિનીટ ફાળવવી. બીજા 10 ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ૫યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા 10 આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુઘી ૫હોંચાડવી. આમ, માત્ર 10 મિનીટ આ૫ને તેમજ આ૫ના ૫રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે તેવું મહાનગરપાલિકા એ અખબારી યાદીમાં જણાવ્યું છે.