Rajkot News : રાજકોટ મહાનગરપાલિકા RMC દ્વારા વેબ સંકુલ – ગાંધીનગરના માધ્યમથી આયોજિત જી.પી.એસ.સી. વર્ગ-૧/૨ તથા વર્ગ- ૩ ના ફ્રી ઓનલાઈન કોચિંગ (Free GPSC Coaching) ક્લાસમાં જોડાવા ઈચ્છતા વિધાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપવા માટે વેબસાઈટ :- www.rmc.gov.in અને ટેલીગ્રામ લીંક – Web sankul – GPSC ONLINE પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે.
કેવી રીતે થશે રજીસ્ટ્રેશન ?
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેબ સંકુલ –ગાંધીનગરનાં માધ્યમથી આયોજિત જી.પી.એસ.સી. વર્ગ-૧/૨ તથા વર્ગ- ૩ ના ફ્રી ઓનલાઈન કોચિંગ ક્લાસમાં જોડાવા ઈચ્છતા વિધાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપવા માટે વેબસાઈટ :- www.rmc.gov.in અને ટેલીગ્રામ લીંક – Web sankul – GPSC ONLINE પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે.
કેટલા માર્ક્સની રહેશે પરીક્ષા ?
આ પ્રવેશ પરીક્ષા માટે કોઈપણ ફ્રી આપવાની રહેશે નહિ. આ પ્રવેશ પરીક્ષા વર્ગ ૧/૨ ની ટેસ્ટ ૨૦૦ માર્કની રહેશે જેની સમય મર્યાદા ત્રણ કલાકની રહેશે જ્યારે વર્ગ-૩ માટેની અલગ ટેસ્ટ રહેશે આ ટેસ્ટ ૧૦૦ માર્કની રહેશે જેની સમય મર્યાદા બે કલાકની રહેશે.
કેવી રીતે મળશે પ્રવેશ ?
આ ટેસ્ટનો અભ્યાસક્રમ જે સરકારી ભરતી બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા છે, તે મુજબનો રહેશે. જે ઉપરોક્ત લીંકમાં મુકવામાં આવેલ છે. આ ટેસ્ટ આધારિત મેરિટ પ્રમાણે વર્ગ – ૧/૨ માં ૧૮૭ તથા વર્ગ – ૩ માં ૧૮૭ મળી કુલ ૩૭૪ વિધાર્થીઓને ફ્રી ઓનલાઈન ક્લાસમાં પ્રવેશ આપવામાં આવશે.
ક્યારે યોજાશે પ્રવેશ પરીક્ષા ?
આ પ્રવેશ પરીક્ષા રાજકોટ ખાતે તા. ૧૧ સપ્ટેમ્બર -૨૦૨૨ ને રવિવારે સવારે ૧૦ કલાકે યોજાશે.
વધુ વાંચો- વિડીયો- 62 વર્ષનો ઢગો લિફ્ટમાં કિશોરીની છેડતી કરતો CCTVમાં કેદ: અમદાવાદ