RMC Food Court E-Tender 2022 : રાજકોટ શહેરમાં RMC (Rajkot Municipal Corporation) દ્વારા એક અદ્યતન ફૂડ કોર્ટનું નિર્માણ કરાવમાં આવ્યું છે. આ ફૂડ કોર્ટથી રાજકોટ મહાનગરપાલિકાનો શહેરીજનોને હાઈજેનીક અને સારી ક્વોલીટીનું ફુડ મળી રહશે તેવો આશય છે. શહેરના પોર્સ કહેવાતા વિસ્તાર ૧૫૦ ફુટ રીંગ રોડ – અમીન માર્ગ કોર્નર પર આ ફુડ કોર્ટનું નિર્માણ કરવામાં આવેલ છે. હાલ મહાનગરપાલિકા દ્વારા આ ફુડ કોર્ટની જગ્યા લીઝ થી આપવા માટે ઈ-ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ ફૂડ કોર્ટ ભાડે આપવા માટે ટેન્ડરની વિગતો મહાનગરપાલિકાની અખબારી યાદી મુજબ નીચે પ્રમાણે છે.
જૂઓ વીડિયો 31 વર્ષ નાની પત્નીના પ્રાઈવેટ વીડિયો શેર કરતા પાક. સાંસદ ભરાયા
દીનુ બોઘા ફરી વિવાદમાં, હત્યાની ધમકીનો લાગ્યો ગંભીર આરોપ
RMC Food Court E-Tender 2022 અદ્યતન ફૂડ કોર્ટ ભાડે આપવા ઈ-ટેન્ડર પ્રસિધ્ધ
- ફુડ કોર્ટની ૧૩૫૮ ચો.મી. જગ્યા પાંચ વર્ષ માટે લીઝથી આપવામાં આવશે.
- આ કામે અપસેટ કિંમત રૂ.૩૦,૦૦,૦૦૦/- પ્રતિ વર્ષ મુજબ રાખવામાં આવેલ છે.
- સ્થાનિકે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૦ સ્ટોલ, ચિલ્ડ્રન પ્લે એરીયા, ટોઈલેટ બ્લોક, સીટીંગ એરીયા, પાર્કિંગ એરીયા અને ઈલે. રૂમની સુવિધા ઉભી કરવામાં આવેલ છે.
- ભાડે રાખનારને ફુડ કોર્ટ એરીયામાં આવેલ ૧૭ ઈલે. પોલ પર ૫ x ૩ની સાઈઝના કિયોસ્ક બોર્ડના માધ્યમથી પોતાના બિઝનેશની જાહેરાત કરવાના હક્ક પણ આપવામાં આવશે.
- ફુડ કોર્ટની આગળના ભાગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨૦ X ૧૦ની સાઈઝનું હોર્ડીંગ ઉભુ કરવામાં આવશે જેનાથી રાજકોટ મહાનગરપાલિકાને વધારાની રેવન્યુ પ્રાપ્ત થશે.
- જગ્યાનું સંચાલન પ્રથમ ૩ (ત્રણ) વર્ષ માટે આપવામાં આવશે અને ત્યારબાદ કામગીરી સંતોષકારક હશે તો વિશેષ ૨ (બે) વર્ષ માટે મુદ્દત વધારી આપવામાં આવશે
- આ કામના ટેન્ડર તા.૧૯/૦૨/૨૦૨૨થી www.nprocure.com પરથી ડાઉનલોડ કરી શકાશે તેમજ ઓનલાઈન ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ ૨૧/૦૩/૨૦૨૨ રાખવામાં આવેલ છે
- આ કામે પ્રિ-બીડ મીટીંગ તા.૨૫/૦૨/૨૦૨૨ના રોજ સવારે ૧૧ કલાકે સેન્ટ્રલ ઝોન ઓફિસ ખાતે રાખેલ છે.