Homeગુજરાતરાજકોટરાજકોટનો આજે બપોર સુધીનો વરસાદનો વરસાદ રિપોર્ટ

રાજકોટનો આજે બપોર સુધીનો વરસાદનો વરસાદ રિપોર્ટ

-

રાજકોટ : તા.૧૪/૦૭/૨૦૨૨ ના રોજ બપોરે ૧૨-૦૦ વાગ્યાથી તા.૧૫/૦૭/૨૦૨૨ બપોરે ૧૨-૦૦ વાગ્યા સુધી રાજકોટ શહેરમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૨૩.૬૬ મી.મી. (૦.૯૩ ઇંચ) જેટલો નોંધાયેલ છે. તેમજ હાલની સિઝનનો કુલ વરસાદ ૫૮૯.૬૬ મી.મી. (૨૩.૨૧ ઇંચ) જેટલો નોંધાયેલ છે.

રાજકોટ શહેરના જુદા જુદા ઝોનમા તા.૧૩/૦૭/૨૦૨૨ ના રોજ બપોરે ૧૨-૦૦ વાગ્યાથી તા.૧૪/૦૭/૨૦૨૨ સવારના ૧૨-૦૦ વાગ્યા સુધી મોસમનો કુલ વરસાદ નીચે મુજબ નોંધાયેલ છે

Rajkot Rain Report Today

rajkot rmc rain report july 2022
Source: Rajkot RMC

વધુ વાંચો- રાજકોટમાં જાહેરમાં છરી વડે હુમલામાં ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ: બનાવ હત્યામાં પલટાયો

તા.૧૪/૦૭/૨૦૨૨ બપોરે ૧૨-૦૦ વાગ્યાથી તા.૧૫/૦૭/૨૦૨૨ બપોરે ૧૨-૦૦ વાગ્યા સુધી ગુરૂજીનગર આવાસ યોજના શાક માર્કેટ સાધુ વાસવાણી રોડ એમ ૧ જગ્યાએ ઝાડ પડી ગયેલ જેનો  ફાયર બ્રિગેડ દ્વારા નિકાલ કરવામા આવેલ છે.

ચાલુ વરસાદના સમયે તંત્ર દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમા ત્વરીત કામગીરી કરી સમયસર પાણીનો નિકાલની કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ નાગરીકોની સલામતિ માટે ૪ (ચાર) અન્ડરપાસ ( (૧) લક્ષ્મીનગર અન્ડરપાસ (૨) મહિલા કોલેજ અન્ડરપાસ (૩) રેલનગર અન્ડરપાસ (૪) આમ્રપાલી અન્ડરપાસ,) સંપુર્ણ રીતે કાર્યરત છે.

ચાલુ વરસાદ સમયે તંત્ર દ્વારા વેસ્ટ ઝોનમાં શિતલ પાર્ક ચોક – ૧૫૦ ફુટ રીંગ રોડ, રૈયાધાર રોડ, ઘંટેશ્વર એસ.આર.પી. કેમ્‍પની બાજુમાં આસ્‍થા સોસા., રોયલ એવન્‍યુ પાસે, સોપાન હાઇટસવાળો રોડ, કાલાવડ રોડ – સર્વિસ રોડ, નવો ૧૫૦ ફુટ રીંગ રોડ, સેકન્‍ડ વાઇફ રેસ્‍ટોરન્‍ટ પાસે, આર્ષ વિદ્યામંદિર રોડ, નવો ૧૫૦ ફુટ રીંગ રોડ, કટારીયા ચોકડી થી સેકન્‍ડ વાઇફ રેસ્‍ટોરન્‍ટ રીંગ રોડ તરફ, પટેલ કન્‍યા છાત્રાલય રોડ, રૈયા ટેલીફોન એકસ. રોડ, સારાષ્‍ટ્ર કલા કેન્‍દ્ર સોસા. શેરી નં.-૮, મોદી સ્‍કુલ મેઇન રોડ, યુનિવર્સીટી રોડ, પુષ્‍કરધામ મેઇન રોડ, નીલ સીટી મેઇન રોડ, ખીજડાવાળો રોડ, નાનામવા ચોક, સ્‍પીડવેલ ચોક, અંબિકા ટાઉનશીપ રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ – વગડ ચોક થી નવાં રીંગ રોડ સુધી, નવાં ૧૫૦ ફુટ રીંગ રોડ થી એનીમલ હોસ્‍ટેલ સુધી, અંકુરનગર મેઇન રોડ આ તમામ એરીયામા ૨૧૮ ચોરસ મીટર એરીયામા મોરમ/મેટલ પેચ કરવામાં આવેલ છે.

ચાલુ વરસાદ સમયે તંત્ર દ્વારા સેન્ટ્રલ ઝોનમાં શીતલ પાર્ક મે. રોડ, કનૈયા સર્વિસ, ૨૪મી. ટી.પી. રોડ, આશાપુરા રોડ ખુણે,ભાજપ કાર્યાલય, કસ્તુરબા રોડ, બિલ્ખાપ્લાઝા, ચૌધરી હાઇસ્કુલ ચોક, માધાપર ચોકડી, સુંદરમ સીટી પાસે, રાધા પાર્ક મે.રોડ, મનહરપુર વાળો રોડ, દ્વારીકા હાઇટસ ગેઇટ પાસે, બાવાજીરાજ રોડ અને દિવાનપરા મેઇન રોડ, ગોંડલ રોડ નર્સરી પાસે, પુનિત નગર ESR રોડ રોજર મોટર પાસે, પુનિત નગર ESR રોડ મયુર સી. એન.જી. પાસે, ગોંડલ રોડ નર્સરી પાસે, પુનિત નગર ESR રોડ વિશ્વકર્મા એન્જી. પાસે, નાગરિક બેંક ચોક અ, શિવમ મેડીકલ, ભક્તિનગર સર્કલ, બાપુનગર ચોક, ઢેબર રોડ, ખોડિયાર ૫૦ ફુટ રોડ નારાયણ નગર મેઇન રોડ આ તમામ એરીયામા ૬૧.૨ ચોરસ મીટર એરીયામા મોરમ/મેટલ પેચ કરવામાં આવેલ છે.

ચાલુ વરસાદ સમયે તંત્ર દ્વારા ઇસ્ટ ઝોનમાં પારેવડી ચોક, રાજલક્ષ્મી નાલુ, મોરબી રોડ, ભગવતીપરા મે. રોડ, લાલપરી ઢાળીયો શિવનગર મે. રોડ, દૂધસાગર રોડ, ગંજીવાડા-૨૦, સાઈબાબા સર્કલ શ્રી રામ વે બ્રીજ પાસે આ તમામ એરીયામા ૨૮૩ ચોરસ મીટર એરીયામા મોરમ/મેટલ પેચ કરવામાં આવેલ છે.  

તા.૧૪/૦૭/૨૦૨૨ બપોરે ૧૨-૦૦ વાગ્યાથી તા.૧૫/૭/૨૦૨૨ બપોરે ૧૨-૦૦ સુધી રાજકોટ શહેરના દરેક ઝોનમાથી મુખ્ય કન્ટ્રોલ રૂમ ખાતે નોંધાયેલ ફરીયાદોની સંખ્યા નીચે છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....