Homeગુજરાતરાજકોટઈ ચલણ ઉઘરાણી મામલે રાજકોટ ટ્રાફિક એ.સી.પી. મલ્હોત્રા શુંં કહે છે વાંચો

ઈ ચલણ ઉઘરાણી મામલે રાજકોટ ટ્રાફિક એ.સી.પી. મલ્હોત્રા શુંં કહે છે વાંચો

-

Rajkot Police E Challan Issue રાજકોટ : રાજકોટ શહેરમાં કેમેરાના ઉપયોગથી આડેધડ ઈ ચલણ મોકલી પોલીસે પ્રજા પર દંડો કોરડો વિંઝ્યો છે. ત્યારે હવે પેન્ડિંગ રહેલા મેમોની ઉઘરાણી માટે પોલીસે મેસેજ અને પ્રેસનોટ મોકલી પ્રજાને દબાણમાં લેવા ગુમરાહ કરી છે તેમ લોકો જણાવી રહ્યાં છે. દરમિયાન ધારાસભ્ય ગોવિંદ પટેલે પણ સરકારને આ મામલે ધ્યાન દોર્યું છે. ત્યારે રાજકોટ શહેર પોલીસના ટ્રાફિક એ.સી.પી. મલ્હોત્રાએ પત્રકાર પરિષદ કરી મામલાની સ્પષ્ટતા કરી છે.

રાજકોટના ટ્રાફિક એ.સી.પી. મલ્હોત્રા (Rajkot Traffic ACP Malhotra)એ પત્રકારોને જણાવ્યું હતું કે, રાજકોટમાં છ મહિનાની અંદરના સવા લાખ કરતા વધારે ઈ ચલણ (E Challan) પેન્ડિંગ છે, જો દંડ નહીં ભરાય તો એન.સી. કેસ કરીશું, છ મહિના કરતા વધારે જૂના ઈ ચલણનો દંડ નથી માંગવામાં આવ્યો અને જો દંડ ન ભરવા ઈચ્છે તેમના વિરૂધ્ધ એન.સી. (નોન કોગ્નિઝિબલ) કેસ દાખલ કરવામાં આવશે જેમાં કોર્ટ પ્રક્રિયા ચાલે અને દંડની સજાની જોગવાઈ છે.

ઉપરોક્ત તમામ બાબતો મામલે એ.સી.પી. શું જણાવ્યું તે શબ્દસહ નીચે પ્રસ્તુત છે.  

શા માટ ધડાધડ ટ્રાફિક મેમોની ઉઘરાણી થઈ તે બાબતે એ.સી.પી. મલ્હોત્રાએ જણાવ્યું કે, “જિલ્લા કાનૂની સત્તા મંડળ દ્વારા સુપ્રિમ કોર્ટના આદેશની નેશલન લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટ્રાફિક પોલીસને જણાવાયું છે કે, છેલ્લા છ મહિનાના પેન્ડિંગ મેમો છે તેના કેસો લોક અદાલતમાં મોકલો તેનો અમે નિકાલ કરાવીશું.”

તેમણે વધુંમાં જણાવ્યું કે, “જે અનુસંધાને જેમના મેમો છ મહિનાની અંદરના પેન્ડિગ હતી તેમના માટે કોર્ટ તરફથી પ્રી લીટીગેશન નોટિસ જાહેર કરવામાં આવી. પરંતુ આ સવા લાખ કરતા વધારે થતા હતા માટે દરેક માણસને પહોંચી ન શકે માટે કોર્ટે સૂચના આપી હતી કે આ કેસ માટે એસ.એમ.એસ.થી નોટીસ કરો. માટે એસ.એમ.એસ. ઈશ્યુ થયા છે જે માત્ર છ મહિનાની અંદરના મેમો હોય તેમને જ મોકલવામાં આવ્યા છે.”

છ મહિના જૂના ઈ ચલણ મામલે પણ તેમણે સ્પષ્ટતા કરી હતી કે, “છેલ્લા બે મહિના પહેલા જ આપણી ટ્રાફિક કોર્ટે એક ચૂકાદો આપ્યો છે કે, પોલીસને જો કોર્ટમાં આવવું હોય તો છ મહિનાની અંદર નોન કોગ્નિઝીબલ (એન.સી.) કેસ દાખલ કરવો પડે જે સી.આર.પી.સી. 468ની જોગવાઈ છે. જેના અનુસંધાને ટ્રાફિક પોલીસ દર 6 મહિના પહેલા જ ટ્રાફિક મેમોને એન.સી. કેસ દાખલ કરી કોર્ટમાં મોકલી આપે છે.”

હાજરો ઈ ચલણની જાણ માટે એસ.એમ.એસ

ટ્રાફિક એ.સી.પી. મલ્હોત્રાએ જણાવ્યું કે. પોલીસે 63 હજાર લોકોને એસ.એમ.એસ. મોકલી મેમો ભરવાની જાણ કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, જો તમે પૈસા ચૂકવી દો છો તો 26 તારીખ પછી જે લોક અદાલત છે તેમાં કોઈ એન.સી. કેસ દાખલ કરવામાં નહીં આવે.

હાઈકોર્ટનો એવો કોઈ હૂકમ જ નથી

સાથે જ તેમણે સ્પષ્ટતા કરતા પત્રકારોને જણાવ્યું કે, હાઈકોર્ટનો કોઈ એવો હુકમ જ નથી કે છ મહિના જૂના મેમો રદ્દ થઈ જાય. માત્ર એવી માન્યતા પ્રવર્તિ રહી છે. હાલ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પેન્ડિંગ છે જેમાં કોર્ટે કહ્યું છે કે કાર્ટે 6 મહિના જૂના મેમો હાલ પુરતા હાથ પર લેવા નહીં.

આહો… હો… 147 કરોડના ચલણ પેન્ડિંગ

રાજકોટમાં 6 માસ ઉપરના 23 લાખ જેટલા રૂપિયા 147 કરોડના ઈ મેમો પેન્ડિંગ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...