Homeગુજરાતદારૂકાંડના 4 આરોપી પોલીસ કર્મચારીના જામીન મંજૂર, કોર્ટની પરવાનગી વિના નહીં છોડી...

દારૂકાંડના 4 આરોપી પોલીસ કર્મચારીના જામીન મંજૂર, કોર્ટની પરવાનગી વિના નહીં છોડી શકાય ગુજરાત: રાજકોટ

-

Latest Gujarati news Today : રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં Rajkot Police ફરજ બજાવતા 4 આરોપી પોલીસ કર્મચારીઓના ચકચારી દારૂકાંડ Liquor મામલે જામીન મંજૂર થયા છે. આરોપી ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓ દ્વારા સુરેન્દ્રનગરના સાયલા ખાતેથી દારૂ ભરેલા ટ્રકનું અપહરણ કરી રાજકોટ લાવ્યા હતા, દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારી દારૂના ટ્રક સાથે આરોપીને ઝડપી લીધા હતા. જે મામલે સાયલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર Surendranagar જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશનની હદમાંથી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના Rajkot Crime Branch પોલીસ કર્મચારી દારૂ ભરેલા કન્ટેનર સાથે ટ્રક ડ્રાયવરનું અપહરણ કર્યું હોવાનો ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી પોલીસ કર્મચારી દ્વારા અપહરણ કરી દારૂના કન્ટેનર સાથેની ટ્રક અને ડ્રાયવરને રાજકોટ લાવ્યા હતા. દરમિયાન ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ State monitoring cell ને બાતમી મળી જતા આરોપીઓ રંગે હાથ ઝડપાઈ ગયા હતા.

Rajkot News Gujarati- દારૂકાંડના 4 આરોપી પોલીસ કર્મચારીના જામીન મંજૂર: રાજકોટ

પોલીસ કર્મચારીઓને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. આ મામલે સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આરોપી પોલીસકર્મચારીઓએ લીંબડી એડીશનલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા કોર્ટે તમામની જામીન અરજી મંજૂર કરી હતી. કોર્ટે રૂપિયા 25 હજારના જામીન પર પર પોલીસકર્મીઓને છોડ્યા હતા. સાથે જ તમામના પાસપોર્ટ જમા કરાવવા કોર્ટે આદેશ આપ્યો છે અને કોર્ટેની મંજૂરી વગર ગુજરાત નહીં છોડવા આદેશ આપ્યો છે. ઉપરાંત જ્યાં સુધી ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી પોલીસકર્મીઓને દર મહિનાની પહેલી તારીખે પોલીસ સ્ટેશનમાં હાજરી ભરવા માટે જવાનો આદેશ કર્યો છે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...