Homeગુજરાતરાજકોટગણેશ મહોત્સવ અંગે પોલીસ કમિશનરનું જાહેરનામું

ગણેશ મહોત્સવ અંગે પોલીસ કમિશનરનું જાહેરનામું

-

રાજકોટ ન્યુઝ : ગણેશ મહોત્સવની તૈયારીઓ વચ્ચે રાજકોટ પોલીસ કમિશર રાજુ ભાર્ગવે (IPS Raju Bhargav) જાહેરનામુ બહાર પાડી કેટલીક બાબતોને પ્રતિબંધિત જાહેર કરી છે. પોલીસ કમિશનર દ્વારા આગામી ગણેશ મહોત્સવ (Ganesh Mahotsav)ને ધ્યાને રાખી નીચે મુજબની બાબતોને પ્રતિબંધીત જાહેર કરી છે.

જૂઓ શું નહીં કરી શકાય

  1. ભગવાન ગણેશજીની પ્લાસ્ટર ઑફ પેરીસ (POP)ની મુર્તિ બનાવી કે વેચી નહીં શકાય
  2. ગણેશજીની માટીની મુર્તિ બેઠક સહિત 9 ફૂટ કરતા વધારે ઉંચાઈની બનાવી પણ નહીં શકાય અથવા વેચાણ કે સ્થાપના પણ નહીં કરી શકાય અથવા તો જાહેર માર્ગ પર પરિવહન પણ નહીં કરી શકાય
  3. મુર્તિ વિસર્જન મંજૂરીમાં દર્શાવેલ નિયત સ્થળ સિવાયના સ્થળ પર કે કોઈ અન્ય નદી, તળાવ કે કુદરતી જળ સ્ત્રોતમાં કરી શકાશે નહીં
  4. મુર્તિ બનાવતા મુર્તિકારો પણ જે સ્થળ પર મુર્તિ બનાવે કે વેચાણ માટે રાખે ત્યાં આસપાસ કોઈ ગંદકી ન હોવી જોઈએ
  5. મુર્તિ પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા કોઈ પણ જાતના કેમિકલ કે રંગનો ઉપયોગ નહીં કરી શકાય
  6. ગણેશજીની મુર્તિની સ્થાપના દિવસ બાદ મુર્તિકારોએ વેચાણમાં લીધેલી કે ખંડીત થયેલી મુર્તિઓને સ્થાપના દિવસ બાદ બિનવારસી હાલતમાં નહીં મુકી શકાય
  7. કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિન્હો કે નિશાનીવાળી મુર્તિઓ બનાવી, ખરીદી કે વેચી અથવા સ્થાપના નહીં કરી શકાય
  8. ગણેશ વિસર્જન પુર્ણ થયા બાદ સ્થાપના સ્થળો કે મંડપ એક દિવસ કરતા વધારે દિવસ સુધી રાખી નહીં શકાય
  9. મુર્તિ વિસર્જન પુર્ણ થયા બાદ સ્થાપના સ્થળો ખાતે મંડપો એક દિવસ કરતા વધુ દિવસ સુધી રાખી નહીં શકાય
  10. મુર્તિ વિસર્જન કરી દિધા બાદ તેને પાણીમાંથી બહાર કાઢી નહીં લઈ જઈ શકાય

સૌથી મહત્વની વાત છે કે ગણેશ ઉત્સવ બાદ મુર્તિ વિસર્જન સમયે મોટી સંખ્યામાં સરઘસ અન વિસર્જન યાત્રાઓ યોજાતી હોય છે. ત્યારે પોલીસ કમિશનર દ્વારા બહાર પડાયેલા જાહેરનામામાં સ્થાપના યાત્રા કે વિસર્જન યાત્રા મંજૂરીની પરમીટમાં દર્શાવેલા રૂટ સિવાયના રૂટ પર નહીં યોજી શકાય તેવું પણ જણાવ્યું છે.

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જાહેરનામુ બહાર પાડી જણાવ્યું છે કે પ્રતિબંધીત કૃત્યો થવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેમાં હુકમનો ભંગ કરનાર વિરૂધ્ધ આઈપીસી 188ની કલમ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો- જામનગરમાં તિરંગાની ખરીદીમાં લોકો નિઃરસ દોઢ લાખથી વધુ ઓર્ડર આપ્યો છે JMCએ

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...