Friday, May 13, 2022

રાજકોટ પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચના તોડકાંડ મામલે હાર્દિકના ચાબખા

Rajkot City news live in Gujarati : રાજકોટમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ Police Commissioner IPS Manoj Agarwal પર લાગેલા તોડકાંડના આક્ષેપ બાદ રાજકારણ ગરમાયું છે.સરકાર મામલાને ઠંડો પાડવા પ્રયાસ કરે છે પરંતુ આક્ષેપ કરનાર પીડિતો સતત બહાર આવી રહ્યા છે. ત્યારે આજરોજ રાજકોટમાં હાર્દિક પટેલે પણ આ મામલે સરકાર પર પ્રહાર કરતા પોલીસ કમિશનરે 1 હજાર કરોડનો તોડ કર્યાનો આક્ષેપ allegation લગાવ્યો છે.

Rajkot Police કમિશનર અને Crime Branch મામલે હાર્દિકના ચાબખા

ક્રાઈમ બ્રાન્ચ પર સ્ફોટક આક્ષેપ
કોંગ્રેસના સદસ્યતા અભિયાન માટે રાજકોટ આવેલા હાર્દિક પટેલ દ્વારા પત્રકારો સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તેઓ એ રાજકોટ પોલીસ કમિશનરના કથિત તોડકાંડ મામલે ગંભીર પ્રતિક્રિયા આપી હતી. હાર્દિકના કહેવા મુજબ પોલીસ કમિશનર પર આરોપ બાદ જનતાને પોલીસ પર અને સરકાર પર વિશ્વાસ રહ્યો નથી. તેમજ આ મામલે રાજકોટ પોલીસ પર યોગ્ય તપાસ એજન્સી તપાસ કરે તો 1 હજાર કરોડનો તોડ અને ભ્રષ્ટાચાર ઉજાગર થાય તેમ છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ પર પણ તેઓ આક્ષેપ કરતા સ્ફોટક માહિતી આપી હતી.

કમિશનરના કુતરા માટે સોનાના દાગીના
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના પાળતુ કુતરાનું નામ પ્રેસિડેન્ટ છે જે ગેરબંધારણીય છે તેમ પણ હાર્દિકે જણાવ્યું હતુ. સાથે જ આ કુતરાને પણ રાજકોટની ખાસ બ્રાન્ચે સોનાના ઘરેણા પહેરાવવા 50 લાખનો તોડ કર્યાનો આક્ષેપ કર્યો હતો.

40 લાખની કાર જન્મદિવસમાં ભેટ

ક્રાઈમ બ્રાન્ચ પર સનસનીખેજ આક્ષેપ કરતા હાર્દિકે જણાવ્યુ હતુ કે. રાજકોટના ખાસ બ્રાન્ચે પોલીસ કમિશનરના નજીકના વ્યક્તિના જન્મદિવસ પર 40 લાખની એન્ડેવર કાર ગીફ્ટ આપી હતી, આ રૂપિયા ક્યાંથી આવે છે તે પણ તપાસનો વિષય છે.

મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી અને પાટીલને લીધા આડેહાથ
હાર્દિક પટેલે આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ પાટીલ સહિત પૂર્વ મુખ્યમંત્રીને પણ આડે હાથ લીધા હતા. જેમાં તેમણે કહ્યું કે, સેટલમેન્ટના નામે તોડબાજીના આ કારસ્તાનમાં કોણ જવાબદાર છે. સાથે જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ક્યાં છે ? કેમ ગાયબ છે ? અને કેમ સામે આવી જવાબ નથી આપતા તેવો સવાલ કર્યો હતો.

પોલીસ કમિશનર અગાઉ પણ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે
પોલીસ કમિશર અગાઉ પણ સુરતમાં સસ્પેન્ડ કરાઈ ચૂક્યા છે તેમ જણાવી સરકારને તાત્કાલીક તપાસ કેમ પુર નથી થતી તે બાબતે ટકોર કરી હતી. સાથે જ તેમને તોડકાંડના પૈસા પોલીસ સરકારને આપે છે કે પોલીસ પોતાના ખિસ્સા ભરે છે તેવો સળગતો સવાલ કર્યો હતો. અને જણાવ્યું હતુ કે, આ સરકાર પોલીસ અને કલેકટરના ઈશારે ચાલતી સરકાર છે.

રાજકોટના હત્યાના બનાવમાં પણ બોલ્યા હાર્દિક
કોંગ્રેસના જ એક આગેવાન કથિત જમીન કૌભાંડ મામલે હત્યાના બનાવ બાબતે સંકળાયેલા હોવાના અહેવાલો મામલે પણ હાર્દિક પટેલે પત્રકારોને જવાબ આપ્યો હતો. જેમા તેમણે કહ્યું કે કોઈ પણ હોય ગુનો કર્યો હોય તો સજા મળવી જ જોઈએ.

પોલીસ વિરૂધ્ધ ફરિયાદ માટે જાહેરાત આપવી જોઈએ
સરકાર 1 હજાર કરોડના ભ્રષ્ટાચાર અન તોડકાંડ મામલે અધિકારીને જેલ ભેગા કરી દેવાનું પણ હાર્દિકે જણાવ્યું હતુ. તેમજ અન્ય પીડિતોને ન્યાય મળે માટે એજન્સીને તપાસ સોંપી કાર્યવાહી કરવા સાથે જાહેરાત આપી પોલીસ વિરૂધ્ધ ફરીયાદ જનતાને કરવા માટે જણાવવું જોઈએ ત્યારે સરકાર અન પોલીસ પર સામાન્ય લોકોનો વિશ્વાસ કાયમ થઈ શકે તેમ તેઓ એ જણાવ્યું હતુ.

- Advertisment -

Must Read

sri lanka new pm ranil Ranil Wickremesinghe gujarati news breaking

શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી તરીકે સંસદમાં 1 બેઠક ધરાવતા રાનિલ વિક્રમસિંઘેની નીમણૂક

Gujarati News Live કોલંબો: શ્રીલંકાના રાષ્ટ્રપતિએ આજરોજ ગુરુવારે વરિષ્ઠ નેતા રાનિલ વિક્રમસિંઘેને નવા વડા પ્રધાન તરીકે શપથ...