કોરોના મહામારીને ધ્યાને રાખી સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. પરંતુ આ ગાઈડલાઈનમાં હજૂ સુધી સ્પા(Spa) સંચાલકોને સ્પા શરૂ કરવાની છૂટ આપવામાં આવી નથી. પરંતુ રાજકોટમાં કેટલાક સ્પા સંચાલકો સ્પા ચાલુ રાખતા રાજકોટ પોલીસે (Rajkot police) કાર્યવાહી કરી હતી.
કોરોના મહામારી (Covid-19) ને ધ્યાને રાખી સરકારે તકેદારી રાખવાના સૂચનો સાથે કેટલાક વ્યાપાર-ધંધાને છૂટ આપી છે. પરંતુ સ્પા શરૂ કરવાની સરકારે છૂટ આપી નથી. છતા રાજકોટમાં કેટલાક સ્પા સંચાલકો સ્પા ચાલુ રાખતા હતા, જેના પગલે રાજકોટ પોલીસે લાલ આંખ કરી કાર્યવાહી શરૂ કરવી પડી છે. જેમાં રાજકોટ પોલીસે 10 ટીમ બનાવી શહેરના સ્પા પર ચેકિંગ હાથ ધર્યુ હતું.
રાજકોટ પોલીસની ટીમ દ્વારા હાથ ધરાયેલા સ્પા ચેકિંગમાં 3 સ્પા ચાલુ હોવાનું ખુલ્યું હતુ. ખુલ્લા મળી આવેલા પર્પલ ઓર્કિડ સ્પા(Purple orchid spa), સુગર સ્પા (Sugar spa) અને આત્મીજ સ્પા (Atmij spa) વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ત્રણેય સ્પા સંચાલક અને માલિક વિરૂધ્ધ રાજકોટના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી કાર્યવાહી કરી હતી. સાથે જ પોલીસે અખબારી યાદીમાં જણાવ્યું હતુ કે સરકાર દ્વારા બહાર પાડેલી ગાઈડલાઈનનું અને એસ.ઓ.પી.નું પાલન નહીં કરવામાં આવતું હોય ત્યાં કાર્યવાહી કરવામાં આવશે.