Homeગુજરાતરાજકોટડેમના પાણીમાં જીપથી સ્ટંટ કરવા પડ્યા ભારે એકની ધરપકડ અન્યની શોધખોળ કરતી...

ડેમના પાણીમાં જીપથી સ્ટંટ કરવા પડ્યા ભારે એકની ધરપકડ અન્યની શોધખોળ કરતી રાજકોટ પોલીસ

-

રાજકોટ : ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ (Instagram Reels) બનાવી પ્રખ્યાત થવાની ઘેલછામાં કેટલાક યુવાનો નિયમો અને કાયદાની મર્યાદા પણ ઓળંગી જતા હોય છે. આવો જ કિસ્સો રાજકોટમાં નોંધાયો છે જેમાં ન્યારી ડેમમાં જોખમી રીતે થાર જીપ ચલાવી યુવાનોએ વિડીયો Video ઈન્સ્ટાગ્રામ પર મુકતા વાયરલ થયો હતો. પોલીસે આ મામલે કાર્યવાહી કરી જોખમી સ્ટંટ કરવા બદલ કાર્યવાહી કરી એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે આરોપીની શોધખોળ ચાલી રહી છે.

બે દિવસ પહેલા ન્યારી ડેમના પાણીમાં ગાડી ચલાવી બંને તરફ લટકી રહેલા યુવાનોના સ્ટંટનો વિડીયો વાયરલ (Rajkot nyari dam Car Stunt Viral Video) થયો હતો. આ ઘટના પ્રકાશમાં આવતા પોલીસએ આજરોજ આરોપી છાયાંશુ સગપરીયા કે જે થાર જીપની એક તરફ લટક્યો હતો તેની ધરપકડ કરી છે.

પોલીસ કારની બીજી તરફ લટકેલા શખ્સ રવિ વેકરીયા અને કાર ચલાવી રહેલા સ્મિત સખીયાની શોધખોળ કરી રહી છે. આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે જેમાં આ વિડીયો સત્યજિતસિંહ ઝાલા નામના યુવાને ઉતાર્યો હોવાનું ખુલ્યું છે. પોલીસે આ કેસમાં સત્યજીતસિંહની પણ ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ વાંચો- રાજકોટના જળાશયમાં 3 શખ્સોએ જીપ ઘુસાડી સ્ટંટ કરી નિયમોનો કર્યો ઉલાળ્યો: વિડીયો વાયરલ

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ભારે વરસાદ વચ્ચે બે દિવસ પહેલા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી કે, લોકો બીન જરૂરી જળાશયોની મુલાકાતે કે તેની આસપાસના જોખમી વિસ્તારમાં પ્રવાસ ન કરે. પરંતુ આ સમયે રાજકોટના નબીરા યુવાનો ડેમની અંદર ઘુસાડી સ્ટંટ કરવામાં વ્યસ્ત હોય તેમ આ ઘટના પરથી ચર્ચાઈ રહ્યું છે. આ મામલે તંત્રએ ગંભીરતા પૂર્વ પગલા લઈ રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Must Read