Rajkot News રાજકોટ : સમગ્ર વિશ્વ આજે તારીખ 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા ચાલતી 108 એમ્બ્યુલન્સ સેવા લોકોને સમયસર સારવાર અપાવી લોકોના જીવન બચાવવાનું અવિરત કાર્ય તો કરે જ છે પણ, સાથે-સાથે આજે પર્યાવરણ દિવસ ઉજવી પર્યાવરણ [Environment] બચાવવા માટે પણ કાર્ય કર્યું હતું.
પર્યાવરણ પ્રતિ લોકોમાં જાગૃતતા આવે તે હેતુસર 108 અને ખિલખિલાટના કર્મીઓ દ્વારા એમ્બ્યુલન્સ [108 Ambulance]માં ઉપયોગમાં આવતા બધા જ સાધનો અને એમ્બ્યુલન્સ સફાઈ કરીને પોતાની ઓફિસની આજુબાજુમાં વૃક્ષારોપણ [Plantation] કરી લોકોને સંદેશ પાઠવ્યો હતો કે જે રીતે જિંદગી મહત્ત્વની છે. તે રીતે આપણી જીંદગીમાં પર્યાવરણનું પણ એટલું જ મહત્વ હોવું જોઈએ, પર્યાવરણનું જતન અને જાળવણી કરવી એ આપણી સામાજીક ફરજની સાથે સાથે નૈતિક જવાબદારી પણ છે. લોકો દ્વારા કરવામાં આવેલો નાનો પ્રયાસ પણ મોટું પરિણામ આપી શકે છે.
108 એમ્બ્યુલન્સ સેવા અને ખિલખિલાટના કર્મીઓ દ્વારા વૃક્ષારોપણ: રાજકોટ Rajkot news
