Homeગુજરાતરાજકોટરાજકોટમાં પાડોશી ધર્મને લજવતો કિસ્સો મદદના બહાને આચર્યુ દુષ્કર્મ

રાજકોટમાં પાડોશી ધર્મને લજવતો કિસ્સો મદદના બહાને આચર્યુ દુષ્કર્મ

-

Rajkot News : કહેવત છે કે પહેલો સગો પાડોશી, પરંતુ પાડોશી ધર્મને લજવતો કિસ્સો રાજકોટ શહેરમાં બન્યો છે. રાજકોટમાં એક મહિલાના પાડોશીએ જ તેના પર અવારનવાર દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના નવલનગર વિસ્તારમાં રહેતા એક નરાધમે પાડોશી બીમાર વ્યક્તિને મદદના બહાને સહાનુભૂતિ કેળવીને તેની પત્ની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.

રાજકોટના નવલનગર વિસ્તારમાં રહેતી 30 વર્ષીય મહિલાના સંતાનમાં 9 વર્ષની પુત્રી છે. ચાર વર્ષ પહેલા તેમના પતિને કેન્સરની બીમારી થતાં એ વિસ્તારમાં રહેતા જગદીશ ઉર્ફે દાના હરિ સિંધવના પરિવાર સાથે પરિચય થયો હતો અને જગદીશ અવારનવાર મહિલાના ઘરે જવા લાગ્યો હતો. એક રાત્રે જ્યારે મહિલાનો પતિ નોકરી પર ગયો હતો ત્યારે જગદીશ મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો અને મહિલા પાસે શરીર સંબંધની માંગ કરી હતી.

વધુ વાંચો- લોધીકા આરોગ્ય કેન્દ્રની ભુંડી હાલત, અનેક રજૂઆતો બાદ પણ સ્થિતી ઠેરની ઠેર: રાજકોટ

મહિલાએ ના પાડતા જગદીશે તેને ફડાકા મારીને બાજુમાં સૂતેલી 9 વર્ષની બાળકીને જાનથી મારી નાખવાની ધમકી આપીને મહિલા સાથે બળજબરી કરીને દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આ ઘટનાના બે મહિના બાદ જગદીશે મહિલાને બદનામ કરવાની ધમકી આપીને ફરીથી શરીરસંબંધ બાંધ્યા હતા.

પતિ બીમાર હતો અને સમાજમાં બદનામ થવાનો ડર પણ હતો એટલે મહિલા કોઇને જાણ કરી ન્હોતી, જેને કારણે મહિલાની મજબુરીનો ગેરલાભ ઉઠાવીને જગદીશ વારંવાર મહિલા સાથે દુષ્કર્મ કરવા લાગ્યો હતો. ગત તારીખ 17 ઓગષ્ટના રોજ મહિલા પોતાના ઘરે એકલી હતી ત્યારે જગદીશે ઘરમાં ઘુસીને મહિલાને શરીરસંબંધ બાંધવા દબાણ કર્યું હતું પરંતુ, મહિલાએ ઇનકાર કરતાં જગદીશે તેને ફડાકા મારીને પોતાના હાથમાં પહેરેલું કડું મહિલાના માથામાં માર્યું હતું.

વધુ વાંચો- રાજકોટ: પોલીસ ચોપડે નોંધાયેલા ગુના હોવા છતાં ‘નીલ’ની પ્રેસનોટ કેમ ? પારદર્શિતા પર સવાલ

જેના કારણે મહિલાના કપાળમાંથી લોહી વહેવા લાગ્યું હતું, પરંતું વાસનામાં અંધ બનેલા નરાધમે મહિલાના વાળ પકડીને તેને ઢસડી હતી અને, જબરજસ્તી કરવા લાગ્યો હતો. મહિલાએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવતા જગદીશ નાસી ગયો હતો. આ ઘટનાથી ગભરાઇ ગયેલી મહિલા માધીપર ચોકડી પાસે રહેતા તેના પિતાના ઘરે ગઇ હતી અને આપવીતી વર્ણવાતા તેના પરિવારજનોએ હિંમત અને સાથ આપતા મહિલાએ જગદીશ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...