Homeગુજરાતરાજકોટફેમશ થવાના ચક્કરમાં પોલીસને ચોપડે ચડે તેવા કામ કરતા યુવાનોનો વિડીયો વાયરલ:...

ફેમશ થવાના ચક્કરમાં પોલીસને ચોપડે ચડે તેવા કામ કરતા યુવાનોનો વિડીયો વાયરલ: રાજકોટ

-

રાજકોટ : રાજકોટમાં સોશિયલ મીડિયા પર ફેમશ થવા માટે યુવાનો કાયદો પણ હાથમાં લેતા થયા છે. આજરોજ પોલીસે રાજકોટના યુવા ગાયક કલાકાર સિધ્ધાર્થ ઉર્ફે શેખર સુરૂની જીપના બોનેટ પર સ્ટંટ કરવા સબબ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. ત્યાં વધુ એક વિડીયો (Video) વાયરલ થયો છે, જેમાં યુવકો બેફામ ગાળો ભાંડી લાકડી વડે ઢોર માર માર્યો હતો

પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટમાં મારામારીનો વિડીયો વાયરલ Video Viral થયો છે. જેમાં કેટલા યુવાનો યુવકને માર મારતા દેખાઈ રહ્યાં છે. કથિત રીતે યુવકે પોતાના ઈન્સ્ટાગ્રામ પર રીલ પણ બનાવી હતી. જોઈ શકાય છે વિડીયોમાં યુવકને પકડી રાખે છે.

વિડીયોમાં યુવકો દ્વારા લાકડીથી માર મારવામાં આવે છે તે પણ જોઈ શકાય છે. સુત્રોના જણાવ્યા અનુસાર વિડીયો રાજકોટ શહેરના મવડી વિસ્તારનો હોવાની ચર્ચા છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હોવાના અહેવાલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટના BRTS રૂટ પર હથિયાર વડે કેક કાપવાનો વિડીયો તેમજ જીપ ન્યારી ડેમમાં ઉતારી સ્ટંટ કરવા તેમજ જીપના બોનેટ પર બેસ સ્ટંટ કરાવનો વિડીયો સામે આવ્યો હતો. ઘટનાઓ સામે આવતા રાજકોટ શહેર પોલીસે કાર્યવાહી પણ કરી છે.

Must Read