Rajkot News : રાજકોટમાં નાનામવા રોડ પર રાજનગર ચોક પાસે આવેલી પૂર્ણિમા સોસાયટીમાં રહેતો 31 વર્ષનો યુવાન તેના મિત્રો સાથે 12 માર્ચના રોજ દીવ ફરવા ગયો હતો. ત્યારે નિખિલ નામના મિત્રએ બળજબરી પૂર્વક દારૂ પીવડાવીને તેનો બીભત્સ વિડીયો Video ઉતારી લીધો હતો.
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ Video Viral કરતા બદનામી થવાના ડરથી યુવકે પોતાના ઘરે ગઇકાલે બપોરના સમયે ફિનાઇલ પીધું હતું. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વધુ વાંચો- વિધાનસભા ચૂંટણીમાં યુવા મતદારોને આકર્ષવા ગુજરાત યુવા કોંગ્રેસ કરશે આ બે યાત્રા
યુવકના પિતા અગાઉ જિલ્લા પંચાયતમાં નોકરી કરતા હતા અને યુવક પોતે મજૂરી કામ કરે છે. આ બનાવ અંગે પોલીસે હકીકત જાણવા તપાસ હાથ ઘરીને યુવકનું નિવેદન લેવા તજવીજ શરૂ કરી છે.