રાજકોટ ન્યુઝ : રાજકોટ (Rajkot)ના ભક્તિનગર પોલીસ (Bhaktinagar Police Station) મથકમાં સામુહિક દુષ્કર્મની નોંધાયાની ફરિયાદ નોંધાઈ છે. શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં રહેતી મહિલાએ છ શખ્સોએ ફાર્મ હાઉસમાં લઈ જઈ બળજબરી પુર્વક બે-બે વખત દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
પતિથી અલગ પુત્ર સાથે રહેતી મહિલાએ સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમરેલીના જેસીંગપરાનો વતની મયુર ઘનશ્યામ કથીરિયા, અશોક પોપટ, ધનજી ચકુ ટિંબડિયા, જગદીશ જીવા ચાવડા અને એમ.એ. કાદરી નામના આરોપીઓઓએ તેણીને બે વખત અપહરણ કરી હવસનો શિકાર બનાવી છે. મહિલાના આરોપ મુજબ આરોપીઓએ તેણીને અમદાવાદ હાઈવ પર આવેલા ખાનગી ફાર્મ હાઉસમાં લઈ જઈ સામુહિક દુષ્કર્મ આચરી હતી. આરોપીઓએ મહિલાનો વિડીયો પણ બનાવ્યો હોવાનો આરોપ ફરિયાદીએ લગાવ્યો છે.
વધુ વાંચો- મોરબીના જેતપરમાં યુવાન પર હુમલાની ઘટનાના ઘેર પ્રત્યાઘાત; ગામ સજ્જડ બંધ
સાથે જ મહિલા ફરિયાદી બે મહિલા ધની ડાયા પરમાર અને જ્યોતિ ઉર્ફે ગીતા ભુપત પરમારને પણ આરોપીઓને મદદ કરી હોવાનો આક્ષેપ કર્યો છે. મહિલાની ફરિયાદ નોંધી પોલીસે તમામ આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મહિલાના લગ્ન વર્ષ 1993માં પાલીતાણા પંથકમાં થયા હતા. જે પતિથી મહિલાને એક પુત્ર છે અને મહિલા વર્ષ 1996માં પતિ અગાઉથી જ પરણિત હોવાનો ખ્યાલ આવતા તેણી પુત્રને લઈ અલગ રહેવા જતી રહી હતી.
આરોપી મયુર કથીરિયા કે જે સાવરકુંડલામાં લોજ ચલાવે છે તે 9 મે 2022ના રોજ સવારે 11 વાગ્યા આસપાસ મહિલા આજીડેમ પાસે ખરીદીમાં ગઈ હતી ત્યાં ઘસી આવ્યો હતો. સફેદ રંગની કારમાં આવી મયુરે ફરિયાદી મહિલાને કારમાં બેસી જવા માટે કહ્યું હતું. મહિલાએ કારમાં બેસવાની ના પાડતા તેની સાથે રહેલા આરોપી અશોક પોપટે મહિલાને પકડી કારમાં બેસાડી દીધી હતી.
વધુ વાંચો- સુત્રો મુજબ ભાજપ સી.આર. પાટીલને હટાવી હટાવી રહ્યું છે; જાણો કોણે કહ્યું આવું
આરોપીઓ કારમાં મહિલાને અમદાવાદ હાઈવ પર આવેલા ખાનગી ફાર્મ હાઉસમાં લઈ ગયા હતા. જ્યાં બપોરના સમયે મહિલા પર આરોપીએ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ સમયે ધનજી ટીંબડિયા નામના આરોપીએ વિડીયો બનાવી લીધો અને બાદમાં બપોરના સાડા ત્રણ વાગ્યા આસપાસ મહિલાને બસ સ્ટેશનના પાછળના દરવાજા નજીક ઉતારી આરોપીઓ જતા રહ્યાં હતા.
ફરિયાદી મહિલાના આરોપ મુજબ આટલેથી નહીં અટકી આરોપી ફરી મહિલાને ગત ગુરૂવારે મોચીબજારમાં અશોક પોપટ મળ્યો અને તેણીને શનિવારના રોજ છ વાગ્યે સોરઠિયાવાડી સર્કલ ખાતે મળવા કહ્યું હતું. મહિલા સવા પાંચ વાગ્યા આસપાસ ત્યાં પહોંચી હતી ત્યારે આરોપી અશોક પોપટ પણ ત્યાં 6 વાગ્યા આસપાસ આવી પહોંચ્યા હતો. સફેદ રંગની કારમાં આવેલા અશોક સાથે એક અજાણ્યો શખ્સ પણ હતો. અશોકે મહિલાને કંઈ બોલ્યા વિના કારમાં બેસી જવા કહ્યું હતું, જેથી મહિલાએ પોતાની વિડીયો ક્લિપ પરત આપી દેવાની છે તેમ કહ્યું હતું. આરોપીએ તને આપી જ દેવાની છે (ક્લિપ) તેમ કહ્યું હતું. જેથી મહિલા કારમાં બેસી ગઈ હતી, કારમાં બેસતા જ કાર ફરી કુવાડવા તરફ અમદાવાદ હાઈવે પર હંકારી દીધી હતી.
કુવાડવા હાઈવે પર જતા સમયે રસ્તા માં એક અન્ય સફેદ રંગની કાર ઉભી હતી. આ કારમાં પણ કેટલાક માણસ હતા. બંને કાર ફરી ફાર્મ હાઉસ પર ગઈ અને ત્યાં બંને કારમાં મળી કુલ 6 શખ્સો હતા. આ તમામે મહિલા સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ તકે બે મહિલા આરોપી ધની અને જ્યોતિ પણ હાજર હતી. જે મહિલાઓ કહેતી હતી કે, ‘અમે બન્ને છીએ, જે થશે તે લડી લઇશું, મુંઝાવાની કઈ જરૂર નથી.’
આમ રાત્રીના નવેક વાગ્યે 6 આરોપીઓમાંથી 5 મહિલા સાથે દુષ્કર્મ ગુજારી રૂમમાંથી બહાર જતા રહ્યાં હતા. બાદમાં અશોકે મહિલાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી હતી અને પોલીસ પાસે જશે તો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી અને પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી.
ફરિયાદી મહિલાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આદરી પુરાવા એકત્ર કરવા તરફ કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાના અહેવાલ છે.