Homeગુજરાતરાજકોટઅકસ્માતમાં ઘાયલોની મદદે ગયેલા યુવાનનું અકસ્માતમાં મોત: રાજકોટ

અકસ્માતમાં ઘાયલોની મદદે ગયેલા યુવાનનું અકસ્માતમાં મોત: રાજકોટ

-

Rajkot News : રાજકોટમાં ગતરાત્રિના સમયે થયેલા ત્રિપલ અકસ્માતમાં 1 યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે શાપર રહેતા મૂળ બિહારના વતની બે યુવાનો તેમજ શહેરની કોઠારીયા ચોકડી (Kothariya Chowkdi) નજીક રહેતા યુવાનને ઈજા પહોંચી હતી.

રાજકોટના કોઠારીયા રોડ પર ખોખડદડ નદીના પુલ (Khokhaddad River Bridge) નજીક ગતરાત્રિના અગિયાર વાગ્યા આસપાસ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં નાઈટ શિફ્ટમાં કામ પર જઈ રહેલા શાપર ખાતે રહેતા મૂળ બિહારના યુવકોના બાઈકને છોટા હાથીની ટક્કર લાગી હતી. ફંગોળાય ગયેલા બે વ્યક્તિની મદદે અન્ય બે યુવાનો ત્યાં ઉભા રહ્યાં અને 108ને મદદ માટે ફોન કરી રહ્યાં હતા. દરમિયાન કારને પાછળથી ટ્રકે ઠોકર મારી હતી અને કાર બેકાબુ થઈ પલટી ગઈ હતી.

મદદ માટે ફોન કરનાર યુવકનું મોત

બેકાબુ થઈ પલટી ગયેલી કાર મદદ માટે ઉભા રહેલા બે યુવાનો સાથે જઈ અથડાઈ અને 108ને ફોન કરનાર યુવાનનું મોત નિપજ્યું હતું.

rajkot khokhaddad river bridge accident bike
Accident near Rajkot khokhaddad river bridge

વધુ વાંચો- એસીબીના છટકમાં કથિત રીતે હાઈફાઈ મહિલા તલાટી ફસાયા: નર્મદા

છોટા હાથીનો ચાલક ટક્કર લાગતા નાસી ગયો

ઘટનાની વિગત એવી છે કે મૂળ બિહારના વતની અને શાપરમાં રહી મજૂરી કામ કરતા રણવીર સૈજનારાયણ ગીરી અને કુંદનભાઇ રામનાથભાઇ ગીરી નામના યુવાનો બાઈકમાં આજી વસાહત પાસે આવેલા કારખાનામાં મજૂરી માટે જતા હતા. ત્યારે ખોખડદડના પુલ પાસે જ એક છોટા હાથીની ટક્કર લાગતા બંને યુવાનો ફંગોળાયા હતા. આ ફંગોળાઈને ઈજાગ્રસ્ત યુવાનની મદદ માટે છોટા હાથી ચાલક આવ્યો નહીં અને નાસી ગયો. પરંતુ માંડા ડુંગર નજીક રહેતો યુવાન જયસુખ ભુુપતભાઈ માલકીયા મદદે આવ્યો હતો.

ટ્ર્કે કાર ઉડાવી કારે બે યુવકને અડફેટ લીધા

જયસુખ જ્યારે ઘાયલો માટે 108ની મદદ માગી રહ્યો હતો દરમિયાન અન્ય યુવક વિજય નાગજીભાઈ કોઠીવાળ પણ ત્યાં તેની સાથે મદદમાં જોડાયો હતો. દરમિયાન કાળ બની આવેલા ટ્રકે એક કાર નંબર GJ-03-ME-6875ને ઠોકરે લીધી હતી.

વધુ વાંચો- મોરબીમાં કારખાનામાં ટાંકી પરથી પડતા શ્રમિકનું કમકમાટી ભર્યું મોત

કારને ટ્રકે ઠોકર મારતા જ કાર બેકાબુ બની ગઈ અને પલટી ગઈ હતી. આ કાર મદદે આવેલા જયસુખ અને વિજય સાથે જઈ અથડાઈ હતી. જેમાં બંને ગંભીર ઘાયલ થયા હતા. જેમાં સારવાર દરમિયાન જયસુખ નામના યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

આ મામલાની જાણ થતા રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મરણ જનાર જયસુખ માલકીયાના પિતા ભુપતભાઈની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સવા વર્ષના બાળકે ગુમાવી પિતાની છત્રછાયા

ઉલ્લેખનીય છે કે, મૃતક જયસુખ બે ભાઈમાં નાનો હતો અને સવા વર્ષના પુત્રનો પિતા પણ છે. જ્યારે અન્ય ઘાયલ રણવીર ગીરી તેમજ વિજય કોઠીવાળને દવાખાનામાંથી રજા આપી દેવાય છે અને કુંદન ગીરીને સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...