Homeગુજરાતરાજકોટવાહન/મોબાઈલ ચોરીની ઓનલાઈન FIR અંગે માહિતી આપતા રાજકોટના પોલીસ કમિશનર

વાહન/મોબાઈલ ચોરીની ઓનલાઈન FIR અંગે માહિતી આપતા રાજકોટના પોલીસ કમિશનર

-

રાજકોટ : ડિજિટલ ગુજરાતમાં પોલીસપણ ડિજિટલ થઈ રહી છે ત્યારે હવે ફરિયાદીએ મોબાઈલ ચોરી કે વાહન ચોરીની ફરિયાદ માટે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે. કેન્દ્રિય ગૃહમંત્રી આગામી 23 જૂનના રોજ ગાંધીનગર ખાતે 4 મોટા કાર્યોની શરૂઆત કરવા જઈ રહ્યાં છે. જેમાં ઈ-એફઆઈઆર મહત્વની જાહેરાત માનવામાં આવી રહી છે. આજરોજ 21 જૂલાઈના રોજ રાજકોટ શહેરના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ઈ-એફઆઈઆર પ્રોજેક્ટની માહિતી આપી હતી.

E-FIRથી નાગરિકોને શું થશે ફાયદો ?

રાજકોટ પોલીસ કમિશનરે જણાવ્યું કે, નાગરિકોને મોબાઈલ અને વાહન ચોરીની ફરિયાદ કરવા માટે હવે પોલીસ સ્ટેશન નહીં જવું પડે. નાગરિકો પોતાના મોબાઈલમાં સિટિઝન ફર્સ્ટ એપ (Citizen First APP) અથવા સિટિઝન પોર્ટલ (Citizen portal Gujarat Police) પરથી જ ફરિયાદ નોંધાવી શકે છે. વાહન કે મોબાઈલ ચોરી સમયે નાગરિકો ઉપરોક્ત એપ્લિકશન અથવા વેબસાઈટ પર જઈ પોતાના નંબર અને વિગતનો ભરી લોગઈન થઈ ફરિયાદ નોંધાવી શકે છે. મહત્વની વાત છે કે ઓનલાઈન એફઆઈઆર નોંધતાની સાથે જ ફરિયાદીને રજીસ્ટર નંબર પર કાર્યવાહીની તબક્કાવાર માહિતી મેસેજથી મળતી થશે. સાથે જ ચોરી થયેલા મુદ્દામાલ મેળવવા માટે પણ ફરિયાદીને કોર્ટના ધક્કા ખાવામાંથી પોલીસ પહેલેથી જ કલમ સીઆરપીસીની 102ની જોગવાઈથી મળેલો પાવર ઉપયોગ કરી મુક્તિ આપશે.

કેટલી કલાકમાં કરવો પડશે FIRનો નિર્ણય ?

ઈ-એફઆઈઆર (E-FIR)માં ફરિયાદ થતાની સાથે જ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીના નામ સહિતની વિગતો ફરિયાદીને મોકલી દેવામાં આવશે. ફરિયાદીના જણાવ્યા મુજબ ગુનાના સ્થળ લાગુ પડતા પોલીસ સ્ટેશનના ક્ષેત્રમાં નહીં હોય તો તે ફરિયાદ લાગુ પડતા ક્ષેત્રમાં મોકલી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પોલીસ કમિશનરે જણાવ્યા અનુસાર ફરિયાદ થયાના 48 કલાકમાં જ ફરિયાદીની વિગતો ચકાસી ગુનો બને છે કે કેમ તે તપાસી તપાસ અધિકારીને નિર્ણય કરવાનો રહેશે. જો 72 કલાકમા ફરિયાનો નિકાલ નહીં થાય તેવા કિસ્સામાં તે પેન્ડિંગ ફરિયાદનો મેસેજ ચોથા દિવસે નાયબ પોલીસ કમિશનર, મદદનીશ પોલીસ કમશનરને જશે. જો આ અધિકારીઓ પણ તેનો નિકાલ 24 કલાકમાં નહીં કરે તો પેન્ડિંગ ફરિયાદનો મેસેજ પોલીસ કમિશનર કે પોલીસ અધિકક્ષને જશે અને 5 દિવસ (120 કલાકમાં) જો નિર્ણય નહીં થાય તેવા કિસ્સામાં પોલીસ અધિકક્ષ કે નાયબ પોલીસ કમિશનર જે તે અધિકારીની જવાબદારી નક્કી કરી શિક્ષાત્મક પગલા ભરશે.

citizen portal gujarat e fir onine and fir download gujart police
સીટીઝન પોર્ટલ સ્ક્રિન શોટ

કેટલા દિવસમાં રજૂ કરી પડશે ચાર્જશીટ ?

સૌથી મોટી અને રાહતની વાત છે કે, ઈ-એફઆઈઆરથી ફરિયાદ નોંધાવ્યા બાદ ઈ-ગુજકોપમાં એફઆઈઆ દાખલ થયાના 30 દિવસમાં કેસની ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવશે તેમજ આ એફઆઈઆરની કોપી નાગરિકો સિટિઝન પોર્ટલ પરથી મેળવી શકશે. 30 દિવસમાં ચાર્જશીટ નહીં થાય તે કિસ્સામાં પણ ઉચ્ચ અધિકારીને તેની માહિતી મેસેજ મારફતે થઈ જશે.

citizen first app for smartphone gujarat police online e fir platform
સીટીઝન ફર્સ્ટ એપ્લિકેશન ગુજરાત પોલીસ પરથી સ્ક્રિન શોટ

વિમાના ક્લેઈમ મેળવવામાં થશે સરળતા

લોકોને વાહન કે મોબાઈલ ચોરીના કિસ્સામાં પોલીસ ફરિયાદની જરૂર હોય છે ત્યારે મોટાભાગના લોકોને પરેશાનીનો સામનો કરવો પડતો હતો. પરંતુ ઈ-એફઆઈઆરના શરૂ થયા બાદ ફરિયાદીએ વિમા કંપનીની પોલીસી સહિતની વિગતો આપી હશે તો સીધા જ કંપનીમાં ક્લેમ માટે તૈયાર ડોક્યુમેન્ટ મળી શકે છે. એફઆઈઆરની માહિતી વિમા કંપનીને મોકલી દેવામાં આવશે જેથી ક્લેઈમ મંજૂર કરાવવામાં પણ મુશ્કેલી નહીં થાય તેવી આશા રાખી શકાય છે.

શું ઓફલાઈન નહીં કરી શકાય ફરિયાદ ?

ઓનલાઈન એફઆઈઆર (Online FIR) નોંધાવવામાં જો કોઈ મુશ્કેલી પડે તો વેબાસાઈટ કે એપ્લિકેશનમાં જણાવ્યા મુજબના કોલ સેન્ટર પર કોલ કરી શકાય છે. સાથે જ નાગરિકો ચાહે તો ઓફલાઈન એફઆઈઆર (Offline FIR) પણ દાખલ કરાવી શકે છે જે માટે પોલીસ સ્ટેશનને રાબેતા મુજબ ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા કરવાની રહેશે તેમાં આનાકાની નહીં કરી શકાય. ટૂંકમાં નાગરિકો ઓફલાઈન કે ઓનલાઈન ઈચ્છે તે માધ્યમથી ફરિયાદ દાખલ કરી શકે છે. પરંતુ મોટા ભાગે લોકો પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાનું પસંદ કરતા નથી માટે ઓનલાઈન જ એફઆઈઆર દાખલ કરવાની પ્રક્રિયા કરશે તેવું જણાય છે.

Read More: Rajkot News Update Today

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...