Homeગુજરાતરાજકોટન્યારી ડેમ ગયેલી ત્રણ વિદ્યાર્થીનીને કપાળે હથિયાર રાખી 3 મોબાઈલ લૂંટી બુકાનીધારી...

ન્યારી ડેમ ગયેલી ત્રણ વિદ્યાર્થીનીને કપાળે હથિયાર રાખી 3 મોબાઈલ લૂંટી બુકાનીધારી ફરાર

-

રાજકોટ : ગતરોજ તારીખ 22 જૂલાઈના રોજ આણંદપરન ગાર્ડી કોલેજમાં BAMSની ત્રણ વિદ્યાર્થીનીઓ ન્યારી ડેમ પર પહોંચી હતી. કોલેજમાં કોઈ અગત્યના લેક્ચર ન હોય ત્રણેય સાહેલીઓ અભ્યાસ પડતો મુકી કોલેજથી ન્યારી ડેમ ગઈ હતી. ન્યારી ડેમ (Nyari Dam)થી પરત જતી વેળાએ યુવતીઓ પાસેથી અજાણ્યા બુકાનીધારી શખ્સે એક યુવતીના કપાળના ભાગે બંદૂક તાકી તેનો મોબાઈલ લૂંટી લીધો હતો. બાદમાં અન્ય બે યુવતોને ‘જો કુછ હૈ વો દે દો વરના ગોલી માર દૂંગા’ ધમકી આપી બંનેના મોબાઈલ પણ લૂંટી લીધા હતા. બુકાનીધારી યુવતીના ફોન લૂંટી નાસી ગયો હતો. જે મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે આરોપની શોધખોળ હાથ ધરી છે.

ફરિયાદી રિદ્ધિએ ઘટના મામલે જણાવ્યું કે, તેણી જીલરીયા ગામની વતની છે અને રાજકોટમાં રહી અભ્યાસ કરે છે. તેણી કોલેજે બસમાં અપડાઉન કરે છે. શુક્રવારના સવારના સાડા આઠ વાગ્યા આસપાસ તેણીની સહપાઠી આશા નિતીનભઆઈ ચૌહાણ અને દિપાલી મેણસીભાઈ નંદાણીયા એક જ ક્લાસમાં ભણતી હોય કોલેજ ખાતે સાથે હતી. કોલેજે ખાસ અગત્યના લેક્ચર નહોય ત્રણેય સાહેલીઓએ વર્ગમાં જવાનું માંડી વાળી ન્યારી ડેમ ખાતે અભ્યાસ માટે જવાનું નક્કી કર્યુ હતું.

ત્રણેય સાહેલી કોલેજેથી નવેક વાગ્યાના અરસામાં રિક્ષામાં બેસી મેટોડા GIDC પાસે ઉતરી ગઈ હતી. ત્યાંથી તે ન્યારી ડેમના પાટીયા સુધી બીજી રિક્ષામાં બેસીને પહોંચી હતી. આમ 10 વાગ્યા આસપાસ ત્રણેય ન્યારી ડેમ પહોંચી ગઈ હતી. ત્યાં થોડીવાર અભ્યાસ અને નાસ્તો કરી બપોરે દોઢ વાગ્યા આસપાસ ફરી કોલેજની બસ પકડવા નિકળી હતી.

ત્રણેય સાહેલી જ્યારે પરત ફરી રહી હતી ત્યારે ન્યારી ડેમથી નીચે ઉતરતાં રસ્તા પર પહોંચતા આશરે 25થી 30 વર્ષનો છોકરો આવ્યો હતો. તેને મોઢા પર સફેદ રૂમાલ બાંધ્યો હતો. એ પણ તેણીના સાથે ચલાતો હતો અને જ્યારે સાહેલીઓ ઝાડ પાસે ઉભા રહી ચુંદડી સરખી કરતી હતી ત્યારે એ શખ્સે આવી કાળુ ચમકદાર હથિયાર મારા કપાળે રાખી દઇ તેણી પાસેથી વીવો Y-50 મોબાઇલ ફોન ખેંચી લીધો હતો. બાદમાં હિન્દીમાં આરોપી શખ્સે કહ્યું કે ‘આપકે પાસ જો કુછ પૈસે વોલેટ મેં હૈ વો મુજે દે દો વરના ગોલી માર દુંગા’ તેવું કહી ધમકાવતાં બહેનપણીઓ ડરી જતાં દિપાલીનો રીયલમી 7 મોબાઇલ ફોન અને આશાનો રેડમી મોબાઇલ ફોન ખેંચી લીધા હતા.

લૂંટની આ ઘટનાના મામલે પોલીસે ભોગ બનનાર મૂળ પડધરીના જીલરીયા ગામની વતની અને રાજકોટમાં રહી અભ્યાસ કરતી રિદ્ધિ દિનેશભાઈ સોજીત્રાની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી અજાણ્યા આરોપીની શોધખોળ શરૂ કરી છે.

વધુ સમાચાર- આ આક્ષેપ સાથે પોલીસ કમિશનર કચેરી ખાતે ફિનાઈલ પી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ: રાજકોટ

વધુ સમાચાર- આ રીતે પૈસા બચાવી મુસાફરી કરવી કેટલી ભારે પડી શકે છે સુરતનું તંત્ર ક્યારે જાગશે ?

Must Read