Homeગુજરાતરાજકોટલોકમેળામાં પ્લોટની હરાજી: ખાણીપીણીના મોટા બે સ્ટોલ લાખો રૂપિયામાં ફાળવાયા: રાજકોટ

લોકમેળામાં પ્લોટની હરાજી: ખાણીપીણીના મોટા બે સ્ટોલ લાખો રૂપિયામાં ફાળવાયા: રાજકોટ

-

રાજકોટ સમાચાર : તા. ૨૮ જુલાઇ – જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જન્માષ્ટમીનો મેળો (Janmashtami Lokmelo Rajkot) આગામી તા. ૧૭ ઓગસ્ટથી રેસકોર્સ ખાતે શરુ થવા જઈ રહ્યો  છે.

વહીવટી તંત્ર દ્વારા ગત રોજ સ્ટોલના ડ્રો બાદ ખાણીપીણી, યાંત્રિક તેમજ આઈસ્ક્રીમના પ્લોટની હરાજી અનુસંધાને આજરોજ ખાણીપીણીના બે સ્ટોલની હરાજી કરવામાં આવી હતી. જેમાં એક સ્ટોલના ૨.૨૫ લાખ તેમજ બીજા સ્ટોલના ૫ લાખ ૫ હજાર મળી કુલ ૭ લાખ ૩૦ હાજરમાં ફાળવણી કરવામાં આવી છે. જેની અપસેટ પ્રાઈઝ રૂ. ૨ લાખ રાખવામાં આવી હતી.

વધુ વાંચો- 2 SPની બદલી, 2 Dysp સહિતના પોલીસકર્મી સસ્પેન્ડ: કથિલ લઠ્ઠાકાંડ મામલે કાર્યવાહી

આજે સાંજે રમકડાના ૩૨ સ્ટોલની હરાજી કરવામાં આવશે. તેમજ આવતીકાલે તા. ૨૯ ના રોજ યાંત્રિક આઈટમના ૪૪ તેમજ તા. ૩૦ ના રોજ આઈસ્ક્રીમના ૧૬ પ્લોટની હરાજી દ્વારા ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ પ્રાંત અધિકારી કે.જી. ચૌધરીએ જણાવ્યું છે.

Must Read