Rajkot News Update : વિદ્યાર્થીઓ (Student) શિક્ષકો પાસેથી જ્ઞાન લેવા માટે સરસ્વતીના મંદિર એટલે કે શાળામાં જતા હોય છે. પરંતુ કેટલાક શિક્ષકો (Teacher) એવા હોય છે કે જેઓ સરસ્વતીના ધામને બદનામ કરે તેવા કૃત્યો કરતા હોય છે.
તેવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે જેમાં વિદ્યાર્થીઓને શિક્ષકે ચપ્પલ વડે ઝુડી નાખ્યા છે. કથિત ઘટનાનો વિડીયો (Viral Video) સોશિયલ મીડિયા પર સામે આવતા સૌ કોઈ આ શિક્ષક પર ફિટકાર વરસાવી રહ્યાં છે.
જૂઓ વિડીયો- ગોંડલમાં આખલાને લાકડી ફટકારવા ગયેલા પ્રૌઢ પર આંખલાનો હુમલો: રાજકોટ
રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં સ્થીત અમથીબા વિદ્યાલયમાં શિક્ષકો દ્વારા 4 વિદ્યાર્થીઓને ઢોર માર માર્યાનો વિડીયો સામે આવ્યો છે. આ શાળાના શિક્ષકે વિડીયોમા જોઈ શકાય છે કે કેવી રીતે ચપ્પલ લઈ વિદ્યાર્થીઓને ઝુડી નાખ્યા હતા. કથિત વિડીયોમાં દેખાતા શિક્ષકનું નામ શાંતિભાઈ કનેરીયા હોવાની વિગતો સાંપડી રહી છે.
આ મામલાની જાણ વિદ્યાર્થીઓના વાલીને થતા હોબાળો મચ્યો હતો. વાલીઓએ આ મામલે શાળાના સંચાલકો પાસે જઈ રજૂઆત કરી હતી અને રોષ પ્રગટ કર્યો હતો.
વિડીયો- 62 વર્ષનો ઢગો લિફ્ટમાં કિશોરીની છેડતી કરતો CCTVમાં કેદ: અમદાવાદ