Rajkot News Update : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેઠકમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી માત્ર યુનિવર્સિટી (Saurashtra University) સંલગ્ન કોલેજોમાં કેન્દ્રીય પધ્ધતિથી પ્રવેશ આપવામાં આવશે. તેમજ તમામ ફેકલ્ટીમાં વિદ્યાર્થીએને પ્રવેશ આપવાનો નિર્ણય સેન્ટ્રલાઈઝ યુનિવર્સિટીથી કરાશે. અત્યાર સુધી વિદ્યાર્થીઓને જે-તે કોલેજ પ્રવેશ આપતી હતી તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે મળેલી સિન્ડિકેટની બેઠકમાં સેન્ટ્રલાઈઝ એડમિશન સહિતના મુદ્દે ABVP ના કાર્યકરોએ ધમાલ કરી હતી. ત્યારબાદ તમામ સભ્યોએ નવા વર્ષથી તમામ કોલેજોમાં ફેકલ્ટીનો પ્રવેશ સેન્ટ્રલાઈઝ યુનિવર્સિટી કક્ષાએથી કરવાનો નિર્ણય લીધો હતો. તેમજ સિનડિકેટની બેઠકમાં વડીયાની નવી એમ.ડી. કહોર કોલેજનું યુનિવર્સિટી સાથેનું જોડાણ નામંજૂર કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત હવેથી પરીક્ષાના CCCTV પણ માત્ર સત્તાધિશો અને મીડિયા જ નીહાળી શકશે.
વધુ વાંચો- સસ્તામાં વિદેશ ટૂરના નામે કરોડોની છેતરપિંડી કેવી રીતે થઈ જૂઓ
ABVP ના કાર્યકરોએ સિન્ડિકેટના સભ્યોનો ઘેરાવ કર્યો હતો. તેમાં ભવનોની ઘટતી સંખ્યા બાબતે ગંભીર વિચારણા કરવામાં આવે, ટીચિંગની ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી થાય તેમજ સાયન્સના ભવનો કે જ્યાં વધુ ફોર્મ ભરાય છે ત્યાં બેઠકો વધારો અને લૉ કોલેજો કેટલી નિયમ મુજબ ચાલે છે તે સહિતના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તે ઉપરાંત નોન ટીચિંગના કાયમી કર્મીમાંથી કોઈનું ચાલુ ફરજે અવસાન થાય અને પેન્શન યોજનામાં ન હોય તેવાને રૂ. 20 લાખ આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.
વધુ વાંચો- વડોદરામાં ગેસની બોટલ ફાટતાં બેના મોત, આસપાસના 11 મકાનોને ભારે નુકશાન