Homeગુજરાતરાજકોટસૌરાષ્ટ્ર યુનિવર્સિટીના CCTV ઓનલાઇન બંધ કરી સત્તાધીશોએ ગેરરીતિઓ કરવા પ્રોત્સાહન આપ્યું :...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના CCTV ઓનલાઇન બંધ કરી સત્તાધીશોએ ગેરરીતિઓ કરવા પ્રોત્સાહન આપ્યું : રોહિતસિંહ રાજપૂત

-

Rajkot News Update : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગઈકાલે સિન્ડિકેટ બેઠક મળી હતી તેમાં પરીક્ષાઓના CCTV લાઈવ મુદ્દે માત્ર સત્તાધીશો અને મીડિયા વગર કોઈ અન્ય લોકો જોઈ શકશે નહિ તેવો નિર્ણય જાહેર થતા જ વિવાદોનો મધપૂડો છંછેડાયો છે. અગાઉ કુલપતિ દ્વારા યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓના ગેરરીતિઓ અટકકાવા CCTV ઓનલાઇન જોઈ શકાશેની જાહેરાતો બાદ માત્ર એક પરીક્ષા પૂર્ણ થતા પીછેહઠ થતા ચર્ચાઓનો વિષય બની જવા પામ્યો છે.

આ અંગે કોંગ્રેસના યુવા નેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આ નિર્ણયનો અમે શખ્ત વિરોધ કરીશું કારણ કે પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના લીધે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છબી ખરેડાયેલી સુધારવા માટે પરીક્ષાઓમાં પારદર્શકતા જળવાઈ તે માટે ઓનલાઇન CCTV ખુબ જ આવશ્યક હતી. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો મસમોટી જાહેરાતો બાદ તમામ નિર્ણયોમાં પીછેહટ કરી અમુક શિક્ષણના દલાલો વ્યાપારીકરણ કરતા હોય તે સ્પષ્ટ નજરે આવે છે. આ અગાઉ પણ લૉ કોલેજોના પરીક્ષા કેન્દ્રો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિવાય અન્ય એક પણ કોલેજમાં નહિ હોય તેવી જાહેરાત બાદ અઠવાડિયામાં નિર્ણય પરત પરત લેવો પડ્યો હતો. તાજેતરમાં કરાર આધારિત અધ્યાપકોમાં અનામત મામલે અને BAPSના અભ્યાસક્રમ મામલે જેવા અનેક નિર્ણયોમાં સત્તાધીશો માત્ર જાહેરાતો કરી પાછળની દબાણમાં આવી પરત ખેંચે એનો સીધો મતલબ ખાનગી કોલેજ સંચાલકોની ગોઠવણો સફળ થઇ રહી છે તે થાય છે.

વધુ વાંચો- કોર્પોરેશને ખોડલધામ, એસપીજીના બેનર ઉતાર્યા, પણ ભાજપની ઝંડીઓ ના દેખાઈ: રાજકોટ

સાથે જ રોહિતસિંહે ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મેઈન બિલ્ડીંગમાં જ આ ઓનલાઇન CCTV માત્ર મીડિયા અને સતાધીશો માટે ચાલુનો મતલબ ઊંધા હાથે કાન પકડાવવાની વાત થઇ છે કારણ કે તમામ પરીક્ષાઓમાં મીડિયાના મિત્રો હરરોજ ધક્કાઓ ખાવાના નથી અને કોઈ cctv ઉપર સતત બેસવાના તો નથી ! જો માત્ર મીડિયા માટે ચાલુ રાખે તો અન્ય લોકો શા માટે નહિ ? વાંધો શું આવે તમામ લોકો માટે ? આ તમામ સ્પષ્ટતા નિર્ણય લેતા સમયે કરવી જોઈએ.

આગામી સમયમાં અમે આ નિર્ણય પરત ખેંચાવી તમામ પરીક્ષાઓના CCTV ઓનલાઇન તમામ લોકો જોઈ શકશે તે અંગે કોંગ્રેસના સિન્ડિકેટ અને સેનેટ સભ્યો સાથે કુલપતિને રજુઆત કરીશું અને જરૂર પડ્યે ઉગ્ર આંદોલન પણ કરવાની તૈયારી રોહિતસિંહે બતાવી છે.

વધુ વાંચો- સાળાઓએ બનેવીની કુહાડાના ઘા ઝીંકી હત્યા કરી: દેવભૂમિ દ્વારકા

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...