Homeગુજરાતરાજકોટ3 મોટરસાયકલ ચોરીના આરોપીને ઝડપી ગુનાનો ભેદ ઉકેલતી રાજકોટ LCB ગ્રામ્ય પોલીસ

3 મોટરસાયકલ ચોરીના આરોપીને ઝડપી ગુનાનો ભેદ ઉકેલતી રાજકોટ LCB ગ્રામ્ય પોલીસ

-

ગોંડલ : રાજકોટ ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB Rural)ના સ્ટાફે 3 મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલી કાર્યવાહી કરી છે. આજરોજ તારીખ 23 જૂલાઈના રોજ ગોંડલ તાલુકાના નવાગામ પાસેથી બાતમીના આધારે પોકેટ કોપ એપની મદદથી મોટરસાયકલ ચોરી કરતા 2 આરોપી ઝડપી પાડ્યા છે.

રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ગ્રામ્યની ટીમે આજરોજ ગોંડલના નવાગામ પાસેથી મોટરસાયકલ ચોરીના બે આરોપી ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપી ધનસુખ ઉર્ફે ધનજી ઉર્ફે કાળી જેન્તીભાઈ ચૌહાણ રહે. ભેંસાણ જૂનાગઢ અને હિતેષભાઈ કાળુભાઈ રાઠોડ રહે. ગોંડલની પુછપરછ કરતા આરોપીએ રાજકોટ અને જુનાગઢ જિલ્લાના સ્થળો પરથી 3 મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત આપી હતી.

  • જેમાં આરોપીએ ધનસુખે હિરો સ્પલેન્ડર મોટરસાયકલ નંબર GJ 11 AC 7149 વિસાવદરની બેન્ક ઓફ બરોડા પાસેથી
  • બીજુ હિરો સ્પલેન્ડર નંબર GJ 03 FQ 3851 દોઢેક વર્ષ પહેલા ધોરાજી જૂનાગઢ રોડ પર તેલી હોસ્પીટલ મોલની બાજૂમાંથી
  • ત્રીજું હિરો સ્પલેન્ડર મોટરસાયકલ નંબર GJ 11 LL 9430 ચારેક માસ પહેલા વિસાવદર બી.આર.સી. ભવન શાક માર્કેટ પાસેથી ચોરી કર્યા હોવાની કબુલાત આપી હતી.

ત્રણ મોટરસાયકલ ચોરીની કબૂલાત આપના ધનસુક ઉર્ફે ધનજી ચૌહાણ અગાઉ પણ પોલીસ ચોપડે ચઢી ચૂક્યો છે. જેમાં જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશન, એ ડિવિઝન પોલીસ સ્ટેશન, જસદણ પોલીસ સ્ટેશન તેમજ જૂનાગઢના ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે ગુના નોંધાયેલાની વિગત પોલીસ તપાસમાં ખુલી છે. પોલીસે ત્રણેય મોટરસાયકલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

Gujarati news on Whatsapp group link

આ કાર્યવાહી એલસીબી (Rajkot LCB) પી.આઈ. વી.વી. ઓડેદરા, પી.એસ.આઈ. એસ.જે. રાણા તેમજ મહેશભાઈ જાની, રવિદેવભાઈ બારડ, અનીલભાઈ ગુજરાતી, મહિપાલસિંહ જાડેજા, પ્રકાશભાઈ પરમાર, દિવ્યેશભાઈ સુવા, પ્રહલાદસિંહ રાઠોડ, રૂપકભાઈ બોહરા અને ભાવેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી.

વધુ વાંચો- ન્યારી ડેમ ગયેલી ત્રણ વિદ્યાર્થીનીને કપાળે હથિયાર રાખી 3 મોબાઈલ લૂંટી બુકાનીધારી ફરાર

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...