Rajkot News Update : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય દાવપેચ શરૂ થઈ ગયા છે. તેની સાથે તંત્રનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટના ઉપલાકાંઠા વિસ્તારમાંથી મનપાની જગ્યા રોકાણ શાખાએ ભાજપ સિવાયના અન્ય સંગઠનોના બેનર ઉતારીને કબજે કરતા તે સંગઠનના કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરૂવારે સાંજે મનપાની જગ્યા રોકાણ શાખાના સ્ટાફ દ્વારા ઉપલાકાંઠાના પેડક રોડ અને ગોવિંદબાગ મેઇન રોડ પર રસ્તા નજીક લગાવાયેલા ખોડલધામ (Khodaldham), એસપીજી (SPG) અને સરદાર ગ્રૂપ (Sardar Group)ના બેનર ઉતારી લઇને વાહનમાં મૂકી દેવામાં આવ્યા હતા. મનપાના સ્ટાફ દ્વારા બેનર ઉતારી રહ્યાની જાણ થતાં ઉપરોક્ત સંગઠનના કાર્યકર્તાઓ સ્થળ પર દોડી ગયા હતા અને બેનર ઉતારવાનું કારણ પૂછ્યું હતું.
વિડીયો- પત્નીએ પતિને ગર્લ ફ્રેન્ડ સાથે હોટલમાં ઝડપ્યો પછી શું કર્યું જૂઓ…
મનપાના સ્ટાફે જવાબમાં દબાણ થતું હોવાની વાત કરી હતી. મનપાના સ્ટાફને કાર્યકર્તાઓએ સંગઠનની બાજુમાં જ લાગેલી ભાજપની ઝંડીઓ પણ ઉતારી લેવાનું કહ્યું હતું પરંતુ મનપાના સ્ટાફે માત્ર ખોડલધામ, એસપીજી અને સરદાર ગ્રૂપના જ બેનર ઉતારીને ત્યાંથી ચાલતી પકડી હતી. તેવો કેટલાક સ્થાનીક આગેવાનોનો આક્ષેપ જોવા મળ્યો હતો.