Homeગુજરાતરાજકોટરાજકોટમાં મિશ્રિત ઘી, કલર વાળી પાપડી અને પફ મામલે વેપારી દંડાયા

રાજકોટમાં મિશ્રિત ઘી, કલર વાળી પાપડી અને પફ મામલે વેપારી દંડાયા

-

Rajkot News Update (રાજકોટ) : રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા (rajkot rmc food department) દ્વારા હરિઘવા મેઈન રોડ પરના હરીયોગી લાઈવ પફમાં વપરાતા બટાકાના મસાલાનો નમૂનો લીધો હતો. મસાલાનો નમૂનો રિ-એનાલિસિસ કરતા રિપોર્ટમાં સિન્થેટિક ફૂડ કલર હોવાનું ખુલ્યું હતું.

જેથી નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો હતો. કેસમાં નામદાર એજ્યુડીકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરે પેઢીના માલિક ગૌરવ પ્રકાશભાઈ રૂપારેલીયાને રૂપિયા 1 લાખના દંડનો હુકમ કરવામાં આવ્યો છે.

RMC Food department મિશ્રિત ઘી, કલર વાળી પાપડી અને પફ વેચતા વેપારીને દંડ કરાવ્યો,

Unhygienic food પાપડી

સાથે જ રાજકોટના બાલક હનુમાન પાસે આવેલી ભગવતી ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ નામની દુકાનમાંથી લીધેલો પાપડીનો નમુનો પણ ફેલ રહ્યો હતો, જેમાં પાપડીમાં સિન્થેટિક ફૂડ કલરની હાજરી ખુલી હતી.

આ કેસમાં પણ નામદાર એજ્યડીકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર દ્વારા પેઢીના સંચાલક ભાવેશ સામતભાઈ કારેણાને રૂપિયા 10 હજારનો દંડ પેઢીના માલિક દિલીપભાઈ કારેણાને રૂપિયા 25 હજારનો દંડ કર્યો હતો.

Unhygienic food ઘી

મંગળા રોડ પરથી રૂપકલા નોવેલ્ટી સ્ટોરમાંથી ભેસના શુધ્ધ ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો. ફોરેન ફેટ અને તીલ ઓઈલની હાજરી મળી હતી. આ નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થતા કેસમાં રસીકભાઈ બાબુભાઈ સવસાનીએ રૂપિયા 10 હજારનો દંડ કર્યો છે.

કેવડાવાડી મેઇન રોડ પર ક્રિષ્ના ઘી ભંડારમાંથી ભેંસના શુદ્ધ ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેના રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી મળી આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. આ કેસમાં નમૂનો આપનાર કમલેશભાઈ હરજીવનભાઈ તન્નાને રૂ.50,000નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો : રાજકોટમાં અખાદ્ય ડ્રાયફ્રૂટનો નાશ અને દૂધ, મસાલા, ઘી અને બિસ્કિટના નમુના લેતું RMC ફૂડ વિભાગ

વધુ વાંચો: RMCના ફૂડ વિભાગે રાજકોટના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની ચકાસણી અને નમૂનાની કામગીરી કરી

Must Read