Rajkot News Update : રાજકોટમાં એક રોમિયોએ સગીરા પર સિગારેટ ફેંકીને ફ્રેન્ડશીપ કરવા માટે દબાણ કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે સગીરાએ દુર્ગા શક્તિ ટીમ (Durga Shakti Team)ને જાણ કરતા પોલીસે રોમિયોની પોક્સો હેઠળ અટકાયત કરી હતી અને કાયદાનું ભાન કરાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનના દુર્ગા શક્તિ ટીમના WPC જાગૃતીબેન ચાવડા પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમના ફોનમાં એક અજાણી સગીરાએ ફોન કરીને જણાવ્યું હતું કે, એક યુવક છેલ્લા ત્રણેક માસથી તેની છેડતી કરીને પીછો કરે છે. તેમજ તેના નામની ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવે છે. જ્યારે સગીરા ક્લાસે જઇ રહી હતી ત્યારે યુવકે તેના પર સળગતી સિગારેટનો ઘા કર્યો હતો અને સગીરાને ફ્રેન્ડશીપ કરવા માટે દબાણ કરતો હતો. જેના કારણે સગીરા ડિપ્રેશનમાં હતી અને ઘરે પણ વાત કરી શકતી ન હતી. જેથી તેણીએ હવે જીવવું નથી અને સ્યુસાઇડ કરી લેવાનું જણાવ્યું હતું.
વીડિયો- સુરતમાં દૂધ તાપીમાં ઢોળ્યું, રાજકોટમાં ટેન્કર રોડ પર ઢોળી…
વાતની ગંભીરતાને સમજીને જાગૃતીબેને તેને પુછ્યું હતું કે તે હાલ ક્યા છે. જવાબમાં સગીરાએ પોતે ભક્તિનગર સર્કલ પાસે હોવાનું જણાવતા જાગૃતીબેન તુરંત જ ભક્તિનગર સર્કલ ખાતે જઇને સગીરાને ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે લાવીને તેનું કાઉન્સેલીંગ કર્યું હતું. ત્યારબાદ સગીરાના માતા-પિતાને પોલીસ મથકે બોલાવીને તેમને આ બનાવથી માહિતગાર કર્યા હતા. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આઅપીસી કલમ 354(6), 354(2), 323,509,506 અને પોક્સો કલમ 12 મુજબ ગુનો દાખલ કરીને તુરંત આરોપીની અટકાયત કરીને તેને કાયદાનું ભાન કરાવ્યું હતું અને સગીરાને આપઘાત કરતા અટકાવી હતી.
વધુ વાંચો- ગાંધીનગરમાં દિવસોથી આંદોલન કરતી LRD મહિલાઓ મુંડન કરાવે તે પહેલા અટકાયત