Homeગુજરાતરાજકોટરાજકોટમાં પૂર્વ ધારાસભ્યએ કર્યા વિજય રૂપાણી પણ ગંભીર આરોપ

રાજકોટમાં પૂર્વ ધારાસભ્યએ કર્યા વિજય રૂપાણી પણ ગંભીર આરોપ

-

Rajkot News Update : રાજ્યમાં અચાનક જ પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી (Vijay Rupani)એ રાજીનામું આપતા રાજકારણમાં અચાનક જ નવા સમિકરણો ગોઠવાયા હતા. બાદમાં રૂપાણી પર કેટલાક આક્ષેપોનો દૌર જાણે શરૂ થયો હતો. ત્યારે હવે પૂર્વ MLA સિધ્ધાર્થ પરમારે (Siddharth Parmar) રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી ફરી વિવાદ જગાવ્યો છે. સિધ્ધાર્થ પરમારે આરોપ લગાવ્યો છે કે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સબંધી ભૂ-માફિયા કૌભાંડમાં સંડોવાયેલા છે છતાં પણ રૂપાણી મૌન છે.

રાજકોટમાં સિધ્ધાર્થ પરમારે જણાવ્યું હતું કે, શહેરમાં મોટાપાયે જમીન કૌભાંડ થઈ રહ્યાં છે જેમાં જુહીબેન રૂપાણી પણ સામેલ છે. આ બેન વિજય રૂપાણીના પરિજન છે. જેમને રાજકોટમાં પ્રાંત અને જિલ્લા રજીસ્ટર સરેઆમ મદદ કરી રહ્યાં છે.

વિડીયો- ઈ સીગારેટના કસ ખેંચી ગરબે ઘુમતી યુવતીનો વિડીયો વાયરલ વડોદરા

આરોપ કરતા સિધ્ધાર્થ પરમારે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા પ્રેમ મંદિરના પાસે આવેલા પીપીપી યોજના માટેની જમીન અધિગ્રહણમાં પણ કેટલાક ગુનેગાર સંડોવાયેલા છે. આ સ્થળ પર આવેલી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા રાતોરાત ખસેડી લીધી હતી ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે કોઈ પગલા લીધા ન હતા.

સાથે જ તેમણે ગંભીર આક્ષેપ કર્યો હતો કે, નાના મૌવાની 200 કરોડની માતબાર કિંમતની જમીન બિલ્ડરને પધરાવી દેવાઈ છે. તેમજ આ જમીન પરના ઝૂંપડા હતા તે માટે ખોટા દસ્તાવેજ તૈયાર કર્યા હતા. વળી વસ્તી ગણતરીમાં પણ એકેય ઝૂંપડું ન હતું. છતાં પણ તેમણે રેકર્ડ ઉભો કર્યો તે શંકા ઉપજાવે છે. માટે આ મામલે તેઓ મહાનગપાલિકાના કમિશનરને મળશે અને ફરિયાદ કરશે.

વધુ વાંચો- ચોમાસાની મોસમમાં ફરવા માટે 5 બજેટ ટુરિસ્ટ સ્પોટ જ્યાં ઓછા ખર્ચમાં…

ઉપરાંત તેમણે ચિમકી ઉચ્ચારી હતી કે, જો મહાનગરપાલિકા કમિશનર આ મામલે તપાસ નહીં કરે તો તેમના વિરૂધ્ધ પણ ફરિયાદ કરવામાં આવશે. હાલ સરકાર સાથે કોઈ વિરોધ નથી તેમ જણાવતા તેમણે કહ્યું કે, મારી માત્ર એ જ માગણી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોમાં સક્રિય જમીન માફિયા વિરૂધ્ધ પગલા ભરે. આ પ્રકરણમાં જૂહી બકુલભાઈ રૂપાણીનું નામ છે અને તે પૂર્વ મુખ્યમંત્રીના સબંધી છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...