Homeગુજરાતરાજકોટસોશિયલ મીડિયા પર છાકટા થઈ વિડીયો મુકતા આરોપીઓ પર માલવિયાનગર પોલીસની તવાઈ

સોશિયલ મીડિયા પર છાકટા થઈ વિડીયો મુકતા આરોપીઓ પર માલવિયાનગર પોલીસની તવાઈ

-

રાજકોટ : ગતરોજ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર એક રાજકોટ શહેરમાં આતંકનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોમાં ખુલ્લે આમ યુવાનો માર્ગ પર ધોકા લઈ ઝઘડતા જોવા મળ્યા હતા. આ યુવાનોના છાકટા બની માર્ગો પર ખેલ કરવાનો વિડીયો માલવિયાનગર પોલીસને હાથ લાગતા માલવિયાનગર પોલીસના સ્ટાફે કાર્યવાહી કરી 5 આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે. જેમાંનો એક આરોપી સગીર વયનો હોવાની માહિતી મળી રહી છે.

ગતરોજ રાજકોટમાં બે વિડીયો વાયરલ (Viral Video) થતા માલવિયાનગર પોલીસે બંને વિડીયોની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. જેમાં પોલીસે જાહેર માર્ગ પર મારામારી અને ઝઘડો કરી તેનો વિડીયો સોશિયલ મીડિયા પર મુકતા 5 આરોપીની ઓળખ કરી કાર્યવાહી કરી છે. આ કેસમાં માલવિયા પોલીસે સાગર જીતેન્દ્રભાઈ ડોડીયા ઉંમર વર્ષ 19, અભિષેક હરેશભાઈ હરણેશા ઉંમર વર્ષ 19, સાહીલ ગોહીલ, હિતેષ બોરીચા સહિત એક સગીર પર કેસ દાખલ કર્યો છે. જેમાં આરોપી સાગર ડોડીયા અને અભિષેક ડોડીયાની પોલીસે આજરોજ 21 જૂલાઈના રોજ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી જ્યારે અન્યની શોધખોળ ચાલી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ આરોપીઓ તારીખ 20 જૂલાઈના રોજ સવારે અગિયાર વાગ્યા આસપાસ અંકુર રોડ વિસ્તારમાં ધોકા સાથે ઝઘડો કરી રહ્યાં હતા. આ ઘટનોનો વિડીયો પણ બનાવ્યો અને તેને ઈન્સ્ટાગ્રામ પર મુક્યો હતો જે મામલે પોલીસે ગંભીરતાથી પગલા લઈ કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, ગતરોજ તારીખ 20 જૂલાઈના રોજ શહેરના યુવા ગાયક કલાકારને પણ જીપના બોનેટ ઉપર સ્ટંટ કરવા સબબ માલવિયાનગર પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો હતો. તેમજ અગાઉ પણ બીઆરટીએસ બસના રૂટમાં તલવારથી કેક કાપવાના આરોપીઓને પણ કાયદાના પાંજરે પુર્યા હતા ત્યારે આજે આ કેસની કાર્યવાહી થતા માલવિયાનગર પોલીસને ખૌફ આવારાગર્દી કરતા યુવાનોમાં સારી રીતે પેસી જશે તેવી આશા છે.

આ મામલે માલવિયાનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.એન. ભુકણ, પી.એસ.આઈ. એમ.એસ. મહેશ્વરી તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ મસરીભાઈ ભેટારીયા, અજયભાઈ વિકમા, દિગ્પાલસિંહ જાડેજા, રવીભાઈ નાથાણી અને પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ ગઢવી તેમજ હિરેનભાઈ સોલંકી સહિતની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Read More: Rajkot News Update

Must Read