Homeગુજરાતરાજકોટરાજકોટમાં AAPના કેજરીવાલે જ્ઞાતી બેલેન્સ સાથે રાજકીય પાસા ફેંક્યા

રાજકોટમાં AAPના કેજરીવાલે જ્ઞાતી બેલેન્સ સાથે રાજકીય પાસા ફેંક્યા

-

રાજકોટ ન્યુઝ : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 નજીક આવતી જાય છે તેમ આમ આદમી પાર્ટી AAP ના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત પણ વધી રહી છે. રાજકીય વિશ્વલેષકોનું માનવું છે કે, રાજ્યમાં જનસપંર્ક કરી તેઓ ગુજરાતની જનતાનો ચૂંટણી પહેલા વિશ્વાસ મેળવી રહ્યાં છે. આજરોજ પોરબંદરથી વેરાવળ સભા બાદ કેજરીવાલ રાજકોટ પહોંચ્યા છે. ત્યારે કેજરીવાલે રાજકોટ ખાતે સંજયભાઈ રાજગુરૂ કોલેજ પરિસરમાં શિવધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી હતી.

રાજકોટમાં તેમણે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, ગુજરાતનો દરેક નાગરિક CM છે, CM પદના ચહેરાની ટૂંક સમયમાં જ જાહેરાત કરવામાં આવશે. સાથે જ પાટીદારો સહિત દરેક સમાજને પક્ષમાં ન્યાય મળશ તેમ કરી જ્ઞાતિના ચોગઠા પણ તેમણે ફેંકી દીધા હતા.

વધુ વાંચો- વેરાવળની સભામાં કેજરીવાલના 5 વચન; ભાજપ નેતાઓ પર કટાક્ષ કરી આડેહાથ લીધા

કેજરીવાલે ગુજરાતના યુવાનોને રોજગારી મામલે આકર્ષવા માટે રોજગારી ભથ્થાનું પણ નિવેદન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, જો મારી સરકાર બનશે તો જ્યાં સુધી રોજગારી નહીં મળે ત્યાં સુધી 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થુ આપવામાં આવશે. સાથે જ 10 લાખ સરકારી નોકરી પણ ઉપલબ્ધ કરાવવાનું તેમણે વચન આપ્યું હતું. દિલ્હીમાં 12 લાખની વધારે યુવાનોને નોકરી આપ્યાની પણ તેમણે નિવેદન દરમિયાન જણાવ્યું હતું.

વધુ વાંચો- જેતપુર અને વિરપુરમાંથી જુગટુ રમતા 7-7 આરોપી પકડી પાડતી પોલી

સોમનાથની ભૂમી પવિત્ર ભૂમિ છે અને ત્યાં મે ગુજરાત અને દેશની જનતાની ઉન્નતિ માટે પ્રાર્થના કરી હતી. હવે આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કરીશું. આગામી 6 તારીખ અમે વડોદરા અને 7 તારીખે જામનગરમાં પ્રવાસે જઈશું.

Must Read