Rajkot News Update : રાજકોટના મોરબી રોડ પર આવેલા કાગદડી (Kagdadi) પાટિયા પાસે મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો અને ખેડૂતો એકત્રીત થયા હતા. આ સ્થળ પર આવેલા ચેકડેમમાં અજાણ્યા શખ્સ દ્વારા ઝેરી કેમિકલ (Chemical) ઠાલવી દેવાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રોષે ભરાયેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે, તેમણે 13 જેટલા ચેકડેમ દાતાના સહયોગ તેમજ સ્થાનીકોના શ્રમદાનથી રિપેર કર્યા હતા. આ સદકાર્યમાં ગીરગંગા ટ્રસ્ટ દ્વારા પણ સહયોગ કરવામાં આવ્યો હતો.
આજરોજ કાગદડીના ચેકડેમમાં ઝેરી કેમિકલ ઠાલવાયાની ઘટના સામે આવતા ગ્રામજનો રોષે ભરાયા છે. સાથે જ ગીરગંગા ટ્રસ્ટ (Gir Ganga Trust)ના સભ્યો પણ ઘટના સ્થળે પહોંચી ગાય હતા. ગીરગંગા ટ્રસ્ટની આગેવાનીમાં આવેદન પાઠવી આ મામલે રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરી આ કૃત્ય માટે જવાબદારો સામે કાર્યવાહીની માગણી કરવામાં આવી હતી.
ચેક ડેમમાં ઠાલવાયું કેેમિકલ

વધુ વાંચો- સુરત બાદ કાલાવડમાં વધુ 20 કરોડની નકલી નોટનો જથ્થો મળ્યો: જામનગર
આ મામલે ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ દિલીપ સખીયાએ કહ્યું હતું કે, ”ટ્રસ્ટ દ્વારા ચેક ડેમને ઉંડા કરવા તેમજ રિપેર કરવાનું કાર્ય કરવામાં આવે છે. પણ તાજેતરમાં જ માહિતી મળી હતી કે, અચાનક જ કાગદડી ગામે તૂટેલા ચેકડેમ રિપેર કરવા પહોંચ્યા હતા પરંતુ ત્યાં પાણી સંપૂર્ણ કાળુ થઈ ગયું હતું. બાદમાં તપાસ કરતા માહિતી મળી હતી કે કોઈ અહીં રોડ પરથી ટેન્કરમાંથી કેમિકલ ઠાલવી ગયું છે.”
આ મામલે ગીરગંગા ટ્રસ્ટ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, ચેકડેમમાં ઝેરી કેમિકલ ઠાલવનાર સામે કડક પગલા લેવામાં આવે. કારણ કે અહિંં પશુ-પંખી સહિતના જીવજંતુઓ સહિત માણસોને પણ નુકશાન પહોંચે તેવું આ કૃત્ય થયું છે. જો કડક પગલા લેવામાં આવે તો કેમિકલ ઠાલવતા લોકો પર અંકુશ આવી શકે અને પાણીને દુષિત થતું બચાવી શકાય છે.
વધુ વાંચો- જામનગરમાં બિનવારસી છોટાહાથીની તપાસ કરતા મળી દારૂની બોટલો, બુટલેગરની તપાસ ચાલુ