Homeગુજરાતરાજકોટરાજકોટમાંથી ચકલા-પોપટનો જુગાર પકડાયો

રાજકોટમાંથી ચકલા-પોપટનો જુગાર પકડાયો

-

રાજકોટ ન્યુઝ : લોકમુખે રાજકોટમાં જુગારની બદી અનહદ વ્યાપી ગઈ છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ગંજીપાના અને શેર-સટ્ટાના કે ક્રિકેટના જુગાર રાજકોટ (Rajkot)માં બેફામ ચાલતા હોય ક્યારેક પોલીસની ઝપટે પણ ચઢતા હોય છે. ત્યારે ચકલા પોપટનો જુગાર (Gambling) પણ રાજકોટ શહેર પોલીસની ઝપટે ચઢ્યો છે.

આજરોજ તારીખ 4 ઓગસ્ટના રોજ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન (Kuvadva Road Police Station)ની ટીમે સાત હનુમાન પાછળ રૂડાનગર પાસેથી પોપટ ચકલાનો જુગાર (Popat Chakla Jugar) પકડી પાડ્યો છે. બાતમીના આધારે પોલીસે રૂડાનગર ટ્રાન્સપોર્ટ પાછળ દેવીપુજક વાસ ઝુપડપટ્ટીમાં દરોડો કર્યો હતો. જ્યાં આરોપીઓ ચકલા, પોપટ, સુર્ય, છત્રી જેવા ચિત્રો પર જુગાર રમતા હતા.

દરોડા દરમિયાન આ ચિત્રો પર પોલીસે રૂપિયા 10ની નોટ મુકેલી હતી જે કબ્જે કરી રૂપિયા 350 અને 7000 રૂપિયાની રોકડ કબ્જે કરી હતી. ચકલા પોપટના જુગાર મામલે પોલીસે આરોપી દળુભાઈ ઉર્ફે રમેશ સોલંકી, અજયભાઈ ઉધરેજીયા અને લાભુભાઈ ગોહેલની ધરપકડ કરી હતી. કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ચકલા પોપટના જુગાર સબબ આરોપીઓ વિરૂધ્ધ જુગાર અટકાયતી અધિનિયમની કલમ 12A મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.

વધુ વાંચો- રાજકોટ પોલીસની મહત્વની બ્રાન્ચ ફરી છાપે ચઢી !બુકી ઉઠાવી પૈસા ખંખેર્યાનો અહેવાલમાં દાવો

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...