Homeગુજરાતરાજકોટરાજકોટમાં મોડી રાત્રે ધાડપાડુ ગેંગ અને પોલીસ વચ્ચે ફાયરિંગ; કાળીયો ઠાકર પોલીસ...

રાજકોટમાં મોડી રાત્રે ધાડપાડુ ગેંગ અને પોલીસ વચ્ચે ફાયરિંગ; કાળીયો ઠાકર પોલીસ બની આવ્યો: માલિક

-

રાજકોટ ન્યુઝ : રાજકોટ (Rajkot)માં મંગળવાળની મોડી રાત્રિના સમયે રાજકોટમાં ધાડપાડુ ગેંગ અને પોલીસ વચ્ચે ભીષણ સંઘર્ષ થયો હતો. રાજકોટમાં એસઓજી (Rajkot SOG)ની ટીમને પટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ શખ્સોની હિલચાલની બાતમી મળી હતી. બાતમીના આધારે એસઓજીની ટીમ ઘાડપાડુ ધાડ પાડે તે પહેલા જ કાર્યવાહી કરી હતી જેમાં પીએસઆઈ ડી.બી. ખેર ઘાયલ થયા હતા. આરોપી ગેંગના હુમલાની જવાબી કાર્યવાહીમાં બે આરોપી પોલીસ ફાયરિંગથી ઈજાગ્રસ્ત થયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઘટના એવી છે કે, મંગળવારની રાત્રિના સમયે પટ્રોલિંગમાં રહેલા એસઓજી પીએસઆઈ ડી.બી. ખેર ટીમ સાથે પર્ણકૂટી વિસ્તારમાં હતા. દરમિયાન તેમને શંકાસ્પદ હિલચાલ કરતા શખ્સો વિશે માહિતી મળી હતી. માહિતી મળતા જ ડી.બી. ખેર ટીમ સાથે શખ્સોની શોધમાં લાગી ગયા હતા. દરમિયાન આ ગેંગ રિધ્ધિ-સિધ્ધિ મકાનમાં ધાડ પાડી રહ્યાં હતા. એસઓજીની આ ટીમે શંકાસ્પદ ઈસમો ઘરમાં ઘુસી ઘાડ પાડતા હતા દરમિયાન ગેંગને પડકારી હતી પરંતુ ઘાતક હથિયારોથી લેસ આ ગેંગએ પોલીસના પડકાર સામે હુલમાથી જવાબ આપતા એસઓજીના અણધાર્યા ઓપરેશનની શરૂઆત થઈ હતી.

મોડી રાત્રીના એસઓજી પીએસઆઈ ડી.બી. ખેર સ્થિતી પારખી ગયા હતા અને જવાબી કાર્યવાહી તાત્કાલીક કરી આરોપીને કાબુ કરવા કામે લાગ્યા હતા. ડી.બી. ખેર અને તેમની ટીમે જાંબાઝી પુર્વક આરોપીઓને પકડી લેવા જવાબી કાર્યવાહી કરી હતી દરમિયાન આરોપી ગેંગ પોલીસ પર જીવલેણ હુમલો કરી રહી હતી. જે કાર્યવાહીમાં પોલીસ ફાયરિંગમાં બે આરોપીઓને ઈજા પહોંચી હતી જ્યારે બે આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી હતી.

આ ઘટના મામલે મકાનના માલિકે મીડિયાને જણાવ્યું કે, ‘ભગવાન દ્વારકાધીશ પર અમારા પરિવારની અતૂટ શ્રધ્ધા છે, મારા ઘરે ઘાડપાડુ ત્રાટક્યા ત્યારે પોલીસ કાળીયો ઠાકર બનીને આવી ગઈ અને અમને બચાવી લીધા હતા.’

આ મામલે ડીસીપી પાર્થરાજસિંહ ગોહીલે જણાવ્યું હતું કે, , ગઈકાલ રાત્રિના સમયે ચિત્રકૂટ સોસાયટી નજીક SOGની ટિમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન એક મકાનની અંદર શંકાસ્પદ રીતેની હલચલ જોવા મળી હતી. તેમને પડકારતા ગેંગે દ્વારા ધાતક હથિયાર વડે પોલીસ પર હુમલો કરવા કરીને ઝપાઝપી કરવામાં આવી હતી. જેમાં પોલીસે વળતો જવાબ આપતા ફાયરિંગમાં ગેંગના બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવમાં SOGના PSI ડી.બી. ખેર ઈજાગ્રસ્ત થયા છે.

માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય 2 આરોપી ઈજાગ્રસ્ત હોય સારવાર હેઠળ છે. ગેંગના અન્ય સાગ્રીતો સહિતની તપાસ કરી આરોપીઓ પકડી પાડવા વધુ તજવીજ હાથ ધરવામાં આવી છે.

વધુ વાંચો- કેજરીવાલ જાણી ગયા છે ગુજરાતમાં ક્યાં પૈસા નાખો તો મજબૂતી મળે ?

Must Read