Homeમનોરંજનજુગટું રમતા 4 મહિલા સહિત 10 આરોપી ઝડપી પાડતી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ

જુગટું રમતા 4 મહિલા સહિત 10 આરોપી ઝડપી પાડતી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ

-

Rajkot News Update રાજકોટ : રાજકોટમાં વરસાદો માહોલ છે ત્યાર જુગારીઓનો પણ જાણે માહોલ હોય તેમ જણાય છે. ગતરોજ રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે સ્થળો પર સફળ દરોડ કરી જુગાર રમતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માંડા ડુંગર પાસે આવેલી શ્યામકિરણ સોસાયટીમાંથી 4 મહિલા સહિત 10 આરોપીને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા.

માંડા ડુંગર પાસે, લક્કીરાજ પાર્ટી પ્લોટની પાછળની તરફ આવેલા વિપુલ નાનજીભાઈ જાદવના મકાનમાં ગઈકાલે 27 જૂનના રોજ ક્રાઈમ બ્રાન્ચે દરોડો કર્યો હતો. પોલીસે દરોડો કરતા ઘરમાંથી 4 મહિલા સહિત 10 આરોપી જુગાર રમતા ઝડપાયા હતા. આરોપીઓ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે કુલ રૂપિયા 87 હજાર કરતા વધારે રોકડ અને 52 નંગ ગંજીપાનાના પાના કબ્જે કરી જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.

પકડાયેલા આરોપી

  1. વિપુલભાઈ નાનજીભાઈ જાદવ, ઉં. વર્ષ 30, રહે. માંડા ડુંગર શ્યામ કિરણ પાર્ક, રાજકોટ.
  2. સાગર ગોવિંદભાઈ મેર, ઉં. વર્ષ 22 રહે. માંડા ડુંગર શ્યામ કિરણ પાર્ક, રાજકોટ.
  3. ડાયાલાલ જસાભાઈ મકવાા, ઉં. વર્ષ 39, રહે. માંડા ડુંગર શ્યામ કિરણ પાર્ક, રાજકોટ.
  4. અતુલભાઈ નવરલાલ બગડાઈ, ઉં. વર્ષ 46 રહે. સુતા હનુમાન પાસે, પરસાણા સોસાયટી, રાજકોટ.
  5. અરવિંદભાઈ હીરાભાઈ ઓળકીયા, ઉં. વર્ષ. 30, રહે. આજીડેમ ચોકડી, રઘુનંદન પાર્ક, રાજકોટ.
  6. મહેશ ઉર્ફે મનોજ રાજાભાઈ વાળા ઉં. વર્ષ. 42 રહે. હરસિધ્ધિ પાર્ક, માંડા ડુંગર પાસે, રાજકોટ.
  7. રંજનબેન ડાયાલાલ મકવાણા ઉં. વર્ષ 39 રહે. શ્યામ કિરણ પાર્ક, માંડા ડુંગર પાસે, રાજકોટ.
  8. મનીષાબેન ખડુભાઈ મીસ્ત્રી ઉં. વર્ષ 44, રહે. શ્યામ કિરણ પાર્ક, માંડા ડુંગર, રાજકોટ.
  9. અમીબેન અતુલભાઈ બગડાઈ ઉં. વર્ષ 44 રહે. સુતા હનુમાન પાસે, પરસાણા સોસાયટી રાજકોટ.
  10. ગીતાબેન મહેશ ઉર્ફે મનોજભાઈ વાળા ઉં. વર્ષ 40, રહે. હરસિધ્ધિ પાર્ક, માંડા ડુગર પાસે. રાજકોટ.

વધુ વાંચો- રાજકોટમાં વાલીઓ માટે લાલબત્તિ સમાન કિસ્સો, મોંઘીદાટ સ્કૂલના 3 વિદ્યાર્થી ચોરીના રવાડે ચડ્યા

Must Read