HomeગુજરાતરાજકોટE-FIRથી થયેલી ફરિયાદના કલાકોમાં જ આરોપી પકડી પાડતી ભક્તિનગર પોલીસ: રાજકોટ

E-FIRથી થયેલી ફરિયાદના કલાકોમાં જ આરોપી પકડી પાડતી ભક્તિનગર પોલીસ: રાજકોટ

-

રાજકોટ સમાચાર : રાજ્યમાં તાજેતરમાં મોબાઈલ તેમજ વાહન ચોરીની ફરિયાદ નાગરિકો ઓનલાઈન કરી શકે માટે  ઈ-એફઆઈઆર (E-FIR) સેવા શરૂ કરવામાં આવી છે.  ત્યારે રાજકોટમાં ફરિયાદીની રિક્ષા ચોરી થતા મોબાઈલ વડે ઓનલાઈન ઈ-એફઆઈઆર પર ફરિયાદ કરી હતી. ફરિયાદ મળતા ભક્તિનગર પોલીસે તપાસ કરી ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. મહત્વની વાત છે કે, ભક્તિનગર પોલીસે આ ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી આરોપીની ધરપકડ કરી ચોરી થયેલી રિક્ષા કબ્જે કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તાર (Bhaktinagar Police)માંથી રિક્ષાની ચોરી થતા રિક્ષા માલિકે ફરિયાદ કરવા માટે ઈ-એફઆઈઆર પોર્ટલ મારફતે ફરિયાદ કરી હતી. આ ફરિયાદ મળતા પોલીસે ગુનો નોંધી તપાસ કરી ગણતરીની કલાકોમાં જ આરોપી અંકિતસિંહ પ્રવીણસિંહ જાદવ ઉંમર વર્ષ 28 રહે કોઠારીયા સોલવન્ટને રિક્ષા સાથે પકડી પાડ્યો હતો.

વધુ વાંચો- ભગતસિંહ કે ભગવાન માફ નહીં કરે યુવાને રડાવી દે તેવી સુસાઈડ નોટ લખી કરી આત્મહત્યા: ગોંડલ

રિક્ષાની ચોરી કરી ફરતો આરોપી અંકિતસિંહ નિલકંઠ સિનેમા પાસેથી પસાર થતો હતો. દરમિયાન રિક્ષાને ઉભી રખાવી આરોપી પાસેથી કાગળ માંગણી કરતા આરોપીનો ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે રિક્ષાના ચેસીસ અને એન્જીન નંબર તેમજ રિક્ષાના આરટીઓ રજીસ્ટ્રેશન નંબર સહિતની વિગતો લઈ ચોરીની રિક્ષા હોવાનું ખુલતા આરોપી વિરૂધ્ધ કલમ 379 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આરોપી અંકિતસિંહ અગાઉ પણ ચોરીના આરોપ સબબ રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન સહિતના  પોલીસ સ્ટેશનમાં 7 વખત ચોપડે ચઢી ચૂક્યો છે. કદાચ રાજકોટમાં ઈ એફઆઈઆર મારફતે ફરિયાદ બાદ કલાકોમાં પોલીસે ચોરીના વાહનનો ભેદ ઉકેલ્યાનો પ્રથમ કેસ હશે.

વધુ વાંચો- બગાસા ખાતા પતાસુ સોનાની બાતમીમાં 6 કરોડના હીરા પણ પકડાયા: સુરત

Must Read