Homeગુજરાતનવા ચૂંટાયેલા સરપંચોને ગ્રામ વિકાસ યોજનાઓની માહિતી આપવા માટે સેમિનાર યોજાશે

નવા ચૂંટાયેલા સરપંચોને ગ્રામ વિકાસ યોજનાઓની માહિતી આપવા માટે સેમિનાર યોજાશે

-

Rajkot News તા.24- પ્રવર્તમાન સંજોગોમાં ગ્રામ્ય શ્રમિકોને રોજગારી અને કામ મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા ‘‘મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર યોજના(village development schemes) – મનરેગા’’ યોજના હેઠળ જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં કામો શરૂ કરવામાં આવી રહયા છે.

ગ્રામ્ય અર્થતંત્ર ધબકતું થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રાજકોટ દ્વારા તાજેતરની ચૂંટણીમાં ચૂંટાયેલા નવા સરપંચોને(Newly Elected Sarpanches) રાજયસરકારની ગ્રામવિકાસ સંબંધિત વિવિધ યોજનાઓની માહિતી આપવા માટે સેમિનાર યોજાશે.

જિલ્લાના તમામ તાલુકામાં ‘‘મનરેગા’’ યોજના હેઠળ જે કોઇ શ્રમિકોને કામની જરૂરીયાત હોય તેમણે તેમના ગામના સરપંચશ્રી, તલાટી કમ મંત્રીનો અથવા તાલુકા પંચાયત કચેરીનો અને તાલુકા વિકાસ અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.        

વધુ વાંચો – નવી પેઢીને તક મળે અને અમારું ગામ સમરસ બને, એથી રૂડું બીજું શું હોય…

જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચોધરી દ્વારા ગ્રામ્ય વિસ્તારના વધુમાં વધુ શ્રમિકો આજીવિકા માટે ‘‘મનરેગા’’ યોજનામાં જોડાય તે માટે તમામ ગામના સરપંચશ્રીઓને તેમના વિસ્તાર/ગામમાં શ્રમિકો ઉપલબ્ધ હોય અને ‘‘મનરેગા’’ યોજનામાં કામ કરવા માગણી હોય તો તેવા તમામ શ્રમિકોને કામ અપાવવા અનુરોધ કરવામાં આવેલ છે.

આ અંગેનો સેમિનાર પણ ટૂંક સમયમાં યોજાશે ‘‘મનરેગા’’ યોજના હેઠળ વ્યક્તિગત અને સામૂહિક કામો લઇ શકાય છે.

જેમા નાના અને સીમાંત ખેડૂતના વ્યક્તિગત કામો જેવા કે ખેત તલાવડી,ખેતરના શેઢા – પાળાનું કામ, કુવાના કામ, કાઢીયાનું કામ, કેટલ શેડ, વર્મી કમ્પોસ્ટ, ખેતરમાં બાગાયતી વૃક્ષોનું વાવેતર વગેરે તેમજ સામૂહિક કામો અન્વયે આંગણવાડીનાં કામો, ચેકડેમ, પેવરબ્લોકનાં કામ, મેટલ રોડના કામો, પંચાયત ધરના કામો, રમતગમતના મેદાનના કામો, કેનાલનું કામ, સામુહિક કુવાના કામ વગેરે કામો લઇ શકાય છે

વધુ વાંચો – પ્રાકૃતિક ખેતી ખર્ચરહિત હોવાથી દેશના નાના ખેડૂતોને ખૂબ ફાયદો થશે – જાણો

હાલ રાજકોટ જિલ્લામાં બાગાયતી પાક દ્વારા વધુ આવક મળતી હોવાથી અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિના સમુદાયના નાગરિકોની આવકમાં વધારો કરવા માટે બાગાયતી પાકોનું વાવેતર ‘‘મનરેગા’’ યોજનામાં કરી શકાય છે, જેનો લાભ લેવા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચોધરી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે

વધુ વાંચો – હાઇબ્રિડ બાજરો – કૃષિ યુનિવર્સીટીએ GHB538 બાજરાનું નવું બિયારણ બહાર પાડ્યું

જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી દ્વારા તાજેતરમાં રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓના તાલુકા વિકાસ અધિકારીઓ સાથે ઓનલાઇન મીટીંગ યોજવામાં આવી હતી, જેમાં ‘‘મનરેગા’’ યોજના હેઠળ સમાવિષ્ટ થઇ શકતા વ્યક્તિગત અને સામુહિક કામો અંગે નવા ચૂંટાયેલા સરપંચોને માહિતી અને માર્ગદર્શન  આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

‘‘મનરેગા’’ યોજના હેઠળ કામો કરવા માટે તાલુકા પંચાયત કચેરી અથવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાજકોટનો સંપર્ક કરવા નિયામક જે.કે.પટેલ યાદીમાં જણાવાયું છે.

Must Read