Rajkot News Update : રાજકોટના કોઠારીયા ચોકમાં આવેલા રણુજા મંદિર સામેના કનૈયા ચોકમાં ભુવનેશ્વરી સોસાયટીની શેરી નંબર 3 માં રહેતા પરિવારના 3 વર્ષના બાળકનું પાણીના ટાંકામાં પડી જતા ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, ભુવનેશ્વરી 3માં રહેતા પરિવારમાં માતા-પિતા અને બે બાળકો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે. પિતા પાણીપુરીની લારી ચલાવે છે. બંને ભાઇઓમાં નાનો ભાઇ રાજ ગઇકાલે બપોરે રમતો રમતો ટાંકામાંથી પાણી લેવા માટે નળ પર ચડીને નીચે નમતા અંદર પડી ગયો હતો.
વધુ વાંચો- રાજકોટમાં મિત્રએ દારૂ પીવડાવી બીભત્સ વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપતા યુવકે ફિનાઇલ ગટગટાવ્યું
આ દરમિયાન તેની માતા સીતાબેન બહાર આવતા તેમનું ધ્યાન પડી જતાં તેને તરત બહાર કાઢીને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહીં મોત નિપજ્યું હતું. જેથી હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.
વધુ વાંચો- વિધાનસભા ચૂંટણીમાં યુવા મતદારોને આકર્ષવા ગુજરાત યુવા કોંગ્રેસ કરશે આ બે યાત્રા