Homeગુજરાતરાજકોટરાજકોટમાં બે આત્મહત્યાના કિસ્સા એકમાં પ્રેમ બીજામાં આર્થિક ભીંસ જવાબદારનું તારણ

રાજકોટમાં બે આત્મહત્યાના કિસ્સા એકમાં પ્રેમ બીજામાં આર્થિક ભીંસ જવાબદારનું તારણ

-

Rajkot News Update : રાજકોટના માલધારી ફાટક વિસ્તારમાં રહેતા એક 15 વર્ષના તરૂણે એકતરફી પ્રેમમાં ઝેર પીને જીવન ટૂંકાવવા (Suicide)નો પ્રયાસ કર્યો હતો. તરૂણે ગઈકાલે સાંજે ફાટક નજીક રોડ પર ઝેરી દવા પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તુરંત સારવાર મળતા તરૂણનો જીવ બચી ગયો હતો અને રાતે સારવાર બાદ તરૂણને રજા આપવામાં આવી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આ તરૂણ એકાદ મહિના પહેલા એક જાણીતા મોલમાં નોકરીમાં જોડાયો હતો જ્યાં સાથે કામ કરતી એક છોકરી સાથે પરિચય થતાં તરૂણને એ છોકરી ગમવા લાગી હતી. પરંતુ અચાનક જ થોડા દિવસ પહેલા આ યુવતી નોકરી છોડીને જતી રહી હતી. ત્યારબાદ તરૂણે છોકરીનો ફોન નંબર શોધવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ યુવતીનો સંપર્ક ન થતાં તે આઘાતમાં આવી ગયો હતો અને આ કારણે રોડ પર ઉંદર મારવાની દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

વધુ વાંચો- કાગદડીના લોકોએ કરી ચેકડેમાં ઝેરી કેમિકલ ઠાલવી ગયાની રાવ: રાજકોટ

રામપાર્કમાં યુવાને ગળેફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો

રાજકોટમાં આજીડેમ પાસે આવેલા રામપાર્કમાં રહેતા અને કારખાનું ચલાવતા અરવિંદભાઈ લાખાભાઈ મકવાણા નામના 38 વર્ષનો કારખાનેદાર યુવાને પોતાના ઘરે બપોરના સમયે પંખામાં દોરી બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો. યુવકને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ યુવાનને ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

વધુ વાંચો- વેરાવળમાં SOG એ ચરસ સાથે ઝડપ્યો આરોપી: ગીર સોમનાથ

આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ ખાતે જઈ યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં યુવકે આર્થિક ભીંસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...