સુરેશ ભાલીયા, જેતપુર ન્યુઝ : જેતપુર તાલુકા પોલીસે જેતપુર તાલુકાના વાડસડા ગામે રહેણાંક મકાનમાંથી જુગારનો અડ્ડો ઝડપી પાડ્યો હતો. જેમાં રોકડ રૂપીયા -85,500, 6 મોબાઈલ, 2 મોટર સાઇકલ મળી કુલ રૂપિયા 1, 64,500ના મુદ્દામાલ સાથે 7 શખ્સોની ધરપકડ કરી હતી.
જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન (Jetpur Taluka Police)ના પી.આઈ. ટી. બી. જાની, પી.એસ.આઈ. એ.એન. ગાંગણા, સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. દરમિયાન મળેલ બાતમીના આધારે જેતપુર તાલુકાના વાડસડા ગામમાં શૈલૈષભાઈ ચૌહાણના ઘરમાં જુગારની માહિત મળી હતી. પોલીસે માહિતીના આધારે દરોડો કરતા સ્થળ પરથી જુગાર રમતા કુલ 7 આરોપી ઝડપાયા હતા.
વધુ વાંચો- રાજકોટમાં મોડી રાત્રે ધાડપાડુ ગેંગ અને પોલીસ વચ્ચે ફાયરિંગ; કાળીયો ઠાકર પોલીસ બની આવ્યો: માલિક
પોલીસે આરોપી શૈલેષભાઇ ભીખુભાઇ ઉંમર વર્ષ 42, ભીખુભાઈ કેશુભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 51, કમલેશભાઈ સવજીભાઈ પરમાર ઉંમર 39, રાજેશભાઇ હરસુખભાઇ ખટાણા ઉંમર વર્ષ 39, જેશાભાઇ પુનાભાઇ ડાંગર ઉંમર વર્ષ 36, બાવલાભાઇ મેરામભાઇ ખટાણા ઉંમર વર્ષ 65, રાજુભાઇ પોપટભાઇ જેઠવા ઉંમર વર્ષ 48ને રોકડ રૂપીયા, 85,500, 6 મોબાઇલ કિ.રૂ .9000, 2 મોટર સાઇકલ કિ.રૂ .70,000, ગંજીપતાના પાના નંગ -52 મળી કુલ .રૂ, 1,64,500 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.
વધુ વાંચો- કરોડોના ગાંજા પ્રકરણમાં ઓરિસ્સાથી ઓપરેશન ચલાવી આરોપી પકડી લાવતી સુરત પોલીસ