Homeગુજરાતરાજકોટદેશી દારૂ બનાવવાના સડેલા ગોળનો જંગી જથ્થો પકડી પાડતી રાજકોટ પોલીસ LCB...

દેશી દારૂ બનાવવાના સડેલા ગોળનો જંગી જથ્થો પકડી પાડતી રાજકોટ પોલીસ LCB ઝોન 1ની ટીમ

-

રાજકોટ : રાજકોટમાં ગેરકાનુની પ્રવૃતિ ડામવા માટે શહેર પોલીસ સખત રીતે કાર્યવાહી કરતી જોવા મળી રહી છે. છેલ્લા દિવસોમાં દારૂ હોય કે હથિયાર બંધીના ભંગના કેસ પોલીસ કડક રીત એક્શનમાં આવેલી દેખાય છે. ત્યારે આજરોજ રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-1ની ટીમે મોટા પાયે દેશી દારૂ માટે વપરાતા ગોળના વેપારને ઝડપી પાડ્યો છે.

પોલીસે ચુનારાવાડ ચોક, મેલડી માતાજીના મંદિર પાછળ ડેલામાંથી આરોપી પાર્થ જીતેન્દ્રભાઈ કારીયાને દેશી દારૂ બનાવવા વપરાતા ગોળના જથ્થા સાથે ઝડપી લીધો છે. આ ડેલામાં પોલીસે દરોડો કરી રૂપિયા 90,000ની કિંમતના સડેલા ગોળના 25 કિલોના 120 ડબ્બા પકડી પાડ્યા હતા. પોલીસની આ કાર્યવાહીથી દારૂના ધંધાર્થીમાં ફફડાટ ફેલાયો છે.

દારૂ માટે ઉપયોગમાં લેવાતા સડેલા ગોળના જંગી જથ્થાને ઝડપી પાડવાની આ કાર્યવાહી પીએસઆઈ વી.કે. ઝાલા, હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ ઝાલા તેમજ ધર્મરાજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ જીતુભા ઝાલા, રિવરાજભાી પટગીર, દિવ્યરાજસિંહ જાડેજા તેમજ સત્યજીતસિંહ જાડેજા સહિતની ટીમે કરી હતી.

Read More: Rajkot News Today

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...