Homeગુજરાતરાજકોટમાલિયાસણ પાસે મોટી સંખ્યામાં પશુના મૃતદેહ મામલે ગ્રામજનોમાં રોષ: રાજકોટ

માલિયાસણ પાસે મોટી સંખ્યામાં પશુના મૃતદેહ મામલે ગ્રામજનોમાં રોષ: રાજકોટ

-

રાજકોટ સમાચાર : રાજ્યમાં લમ્પી વાયરસ પશુ માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે. સરકારે સક્રિયતાથી પશુઓને વેક્સિનેટેડ કરાની પ્રક્રિયા શરૂ કરી પરંતુ આ પગલા અપુરતા અને અણઘડ રીતે લેવાતા હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે. એવામાં રાજકોટની સીમમાં માલિયાસણ ગામ (Maliyasan Village) પાસે 200 કરતા ગૌવંશ અને ગાય સહિતના પશુના મૃતદેહ મળી આવ્યા છે.

માથુ ફાટી જાય તેવી દુર્ગંધ

આ વિસ્તારમાં માથુ ફાટી જાય તેવી દુર્ગંધ ફેલાતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. પશુના મૃતદેહનો નિકાલ કરવાની યોગ્ય વ્યવસ્થા અને હાલની સમસ્યા મામલે તાત્કાલીક પગલા નહીં લેવાય તો ગ્રામજનો આંદોલન કરવાની ચીમકી તંત્રને આપી ચૂક્યા છે.

વધુ વાંચો- વિધિથી ડબલ રૂપિયા કરતી ટોળકી પકડી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કર્યો કારસ્તાનનો પર્દાફાશ

RMC એ JCB મશીન મોકલ્યા

હાલ સ્થાનિકોની આંદોલનની ચીમકી મળતા તંત્ર ગતરોજ 29 જૂલાઈની રાત્રે રાજકોટ કોર્પોરેશન (RMC Rajkot) સક્રિય થયુ હતું. રાજકોટ કોર્પોરેશનને માલિયાસણ પાસે જ્યાં મૃતદેહના ઢગલા મળ્યા ત્યા JCB મશીન મોકલવામાં આવ્યું હતું. મશીન વડે જમીનમાં ખાડા કરી પશુના મૃતદેહ દાટવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દફનાવવાને બદલે પશુના મૃતદેહ ખુલ્લા મુકાયા

અત્રે ઉલ્લેખનીય છે કે, માલિયાસણની આ જગ્યા થોડા સમય પહેલા જ કોર્પોરેશને મૃતપશુઓને દફનાવવા માટે ફાળવી હતી. પણ રાજ્યમાં લમ્પી વાયરસે મોટી સંખ્યમાં પશુને મોતના મુખમાં ધકેલતા લોકો મૃતદેહ દાટવાને બદલ મુકીને જતા રહ્યા હતા. મોટી સંખ્યામાં ખુલ્લામાં મૃતદેહ મુકવામાં આવતા માથુ ફાટી જાય તેવી દુર્ગંધ આસપાસના વિસ્તારમાં ફેલાઈ હતી. જેના કારણે રોગચાળો ફાટી નિકળે તેવી ભિતી પણ લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Must Read