Homeગુજરાતરાજકોટરાજકોટમાં રૂ.35 હજારની ઉઘરાણીમાં બે જૂથ વચ્ચે ધીંગાણું ખેલાયું

રાજકોટમાં રૂ.35 હજારની ઉઘરાણીમાં બે જૂથ વચ્ચે ધીંગાણું ખેલાયું

-

રાજકોટ : રાજકોટમાં નજીવી બાબતે ઝઘડા અને હુમલાની ઘટના છાસવારે સામે આવી રહી છે. તાજેતરમાં જ રૂપિયા 4 હજારની ઉઘરાણી મામલે થયેલ બોલાચાલી બાદ યુવકની હત્યા કરવામાં આવી હતી. ત્યારે ગતરોજ રાત્રિના રૂપિયા 35ની લેતીદેતી મામલે ઝઘડો અને ફાયરીંગ થયાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ આ ઘટના ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી ક્રિષ્ના પટેલ નામની યુવતીને પ્રતિક પોકીયા નામના વ્યક્તિ પાસે રૂપિયા 35 હજાર લેવાના બાકી હતા. આ રકમ માટે ઘણી વખત ઉઘરાણી કરવા છતાં પણ પૈસા આપતો નહીં હોવાથી ક્રિષ્નાએ આ રકમની ઉઘરાણી ચિરાગ બોકિયાને આપી હતી. જેને ગત મોડી રાત્રિના સમયે 5-6 વ્યક્તિ સાથે જઈ પ્રતિક પોકીયા પાસે ઉઘરાણી કરી હતી ત્યારે પ્રતિક પણ અન્ય વ્યક્તિઓ સાથે હતો.

વધુ વાંચો- આ રીતે પૈસા બચાવી મુસાફરી કરવી કેટલી ભારે પડી શકે છે સુરતનું તંત્ર ક્યારે જાગશે ?

વિરાણી અઘાટ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રૂપિયા 35 હજારની ઉઘરાણી મામલે બંને જૂથ ઉગ્ર બોલાચાલી બાદ બાખડી પડ્યા હતા અને ધિંગાણા જેવો ઘાટ સર્જાયો હતો. પ્રતિક પોકીયા જૂથે લાકડી જેવા હથિયારથી ચિરાગના જૂથ પર હુમલો કર્યો. હુમલાના જવાબમાં ચિરાગ બોકિયાએ ફાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં પ્રતિક સાથે રહેલા કેયૂર પટેલને ગોળી વાગતા તે ઢળી પડ્યો હતો. લોહિયાળ હાલતમાં કેયૂર પટેલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  

બંને જૂથ વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે મુદ્દો બીચકતા બંને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ પ્રતિકના જુથના વ્યક્તિઓએ લાકડી જેવા હથિયાર દ્વારા ચિરાગના જૂથ ઉપર હુમલો કર્યો હતો જેના જવાબમાં ચિરાગ બોકિયાએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં પ્રતિકના જૂથના કેયૂર પટેલને ગોળી વાગી હતી અને તે લોહિયાળ હાલતમાં ઢળી પડ્યો હતો.

આ મામલે પોલીસે રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં  પર ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો- 3 મોટરસાયકલ ચોરીના આરોપીને ઝડપી ગુનાનો ભેદ ઉકેલતી રાજકોટ LCB ગ્રામ્ય પોલીસ

Must Read