Homeગુજરાતરાજકોટજૂઓ શું હશે તહેવારોમાં ફરસાણના ભાવ ? ૧૫% નીચા ભાવે વેચાણ કરવા...

જૂઓ શું હશે તહેવારોમાં ફરસાણના ભાવ ? ૧૫% નીચા ભાવે વેચાણ કરવા વેપારીઓ સહમત

-

રાજકોટ ન્યુઝ : તા. 03 ઓગસ્ટ – રક્ષાબંધન તેમજ જન્માષ્ટમી Janmashtami સહિતના તહેવારો દરમ્યાન ગરીબ તેમજ જરૂરિયાતમંદ લોકોને ફરસાણ રાહત દરે મળી શકે અને તહેવારો આનંદપૂર્વક ઉજવી શકે તે માટે કલેકટર અરુણ મહેશ બાબુએ ફરસાણ (Farsan)ના વેપારીઓ સાથે બેઠક યોજી હતી.

બેઠકમાં રાજકોટ કલેકટર દ્વારા અનુરોધ કરતા વેપારીઓ દ્વારા તા. ૧૦ ઓગસ્ટ થી તા. ૨૧ ઓગસ્ટ દરમ્યાન ૧૫ % જેટલા નીચા દરે લાઈવ ફરસાણ વેચવા સહમત થયા હતાં.

જે મુજબ લાઈવ ગાંઠિયા સીંગતેલમાં રૂપિયા ૩૮૦, કપાસિયા તેલમાં રૂપિયા ૩૪૦ તેમજ પામોલીન તેલમાં રૂપિયા ૩૦૦ ના ભાવે વેચવામાં આવશે. જયારે અન્ય ફરસાણ સીંગતેલમાં રૂપિયા ૩૦૦ માં, કપાસિયા તેલમાં રૂપિયા ૨૭૦ માં તેમજ પામોલીન તેલમાં રૂપિયા ૨૨૦ માં વેચવામાં આવશે તેમ પુરવઠા વિભાગની યાદીમાં જણાવાયું છે.

Must Read