Homeગુજરાતરાજકોટમહિલા સશક્તિકરણના નામે શોષણ થાય છે; રાજકોટમાં આશા વર્કર બહેનોએ કર્યું વિરોધ...

મહિલા સશક્તિકરણના નામે શોષણ થાય છે; રાજકોટમાં આશા વર્કર બહેનોએ કર્યું વિરોધ પ્રદર્શન

-

Rajkot News : રાજ્યભરમાં આંગણવાડી કાર્યકર (Anganvadi Worker) બહેનોએ પડતર પ્રશ્નોને લઈ સરકાર સામે મોરચો ખોલ્યો છે. લાંબા વખતથી ચાલતો રોષ હવે જાણે ફાટી નિકળ્યો હોય તે રીતે બહેનો વિરોધ પ્રદર્શન (Protest) કરતા થયા છે.

ત્યારે આજરોજ રાજકોટમાં 1500 જેટલા બહેનોએ જિલ્લા પંચાયત કચેરી ખાતે પડતર પ્રશ્નોના નિકાલની માગણી સાથે વિરોધ પ્રગટ કર્યો તો. બહેનો દ્વારા પ્રદર્શન દરમિયાન આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ‘સરકાર જ મહિલાઓનું શોષણ કરે છે.’

વધુ વાંચો- નવરાત્રી પહેલા આ સમાચાર આવતા ખેલૈયાઓ થયા ચિંતિત: ગુજરાત

રાજકોટમાં વિરોધ પ્રદર્શન કરતા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના રાજકોટના પ્રમુખ સંગીતાબેને મિડીયાને જણાવ્યું હતું કે, સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરી મહિલાઓનું શોષણ કરી રહી છે, સરકારે સમજવું જોઈએ કે મોંઘવારીના સમયમાં રૂ. 3950માં બહેન માત્ર ગેસની બોટલ અને તેલનો ડબ્બો જ લઈ શકે. સરકાર દ્વારા અમને માનદ વેતનમાંથી લઘુત્તમ વેતનમાં સમાવિષ્ટ કરવામાં આવે. પરંતુ સરકાર આ કારમી મોંઘવારીમાં પણ વર્કર બહેનને માત્ર રૂ. 7800 અને હેલ્પર બહેનને માત્ર રૂ. 9350 ચૂકવે છે.

રાજકોટના 9 તાલુકાના બહેનો હડતાળમાં જોડાય જિલ્લા પંચાયત કચેરી ખાતે વિરોધ પ્રદર્શનમાં હાજર રહ્યાનું સંગીતા બહેને જણાવ્યું હતું. સાથે જ તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ગ્રેચ્યુઇટી ચૂકવવાનું જણાવી ગુજરાત સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરી મહિલાઓનું શોષણ કરે છે.

વધુ વાંચો- ફક્ત પાટીદારો માટે ! વોટ્સએપ ગ્રુપમાં આવો મેસેજ કરી થઈ લાખોની ઠગાઈ

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...