Homeગુજરાતરાજકોટરૂપિયા 14 લાખ લૂંટી નાસી છુટેલો ફરિયાદીનો પિતરાઈ ભાઈ પકડાયો: રાજકોટ

રૂપિયા 14 લાખ લૂંટી નાસી છુટેલો ફરિયાદીનો પિતરાઈ ભાઈ પકડાયો: રાજકોટ

-

રાજકોટ ન્યુઝ : રાજકોટમાં મકાનનો સોદો કર્યા પેટેના પૈસા લઈ ઘરે જતા સમયે સાથે રહેલો કાકાનો દિકરો જ પૈસાનો થેલો ઝૂંટવી નાસી ગયાની ઘટના નોંધાઈ હતી. ગત તારીખ 1 ના રોજ આજી ડેમ પોલીસ સ્ટેશન (Aji Dam Police Station)માં ફરિયાદ નોંધાયાના કલાકો બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી રૂપિયા 14 લાખ કબ્જે કર્યા હતા.

ઘટનાની વિગત એવી છે કે શહેરના કોઠારીયા રોડ પર આવેલી શારદા ટાઉનશીપમાં રહેતા અશોક ગોરધનભાઈ ચોવટીયાએ રાજકોટના રણુજા મંદિર પાસે આવેલું પોતાનું મકાન વેચવા કાઢ્યું હતું. જે મકાનનો સોદો રૂપિયા 14 લાખમાં કૌશલભાઈ સીશાંગીયાના માતાના નામે થતા તે પેટેની રકમ લેવા માટે તેઓ પરિવાર સાથે કૌશલભાઈના ઘરે મવડી ચોકડી પાસે ગયા હતા. ફરિયાદી અશોકભાઈ સાથે તેમના પત્નિ તેમજ પિતા જગદીશભાઈ ચોવટીયા અને તેમના મિત્ર સાથે કાકાનો દિકરો હાર્દિક ચંદ્રકાંતભાઈ પંડ્યા પણ હાજર હતો.

વધુ વાંચો- રાજકોટમાં મોડી રાત્રે ધાડપાડુ ગેંગ અને પોલીસ વચ્ચે ફાયરિંગ; કાળીયો ઠાકર પોલીસ બની આવ્યો: માલિક

મકાનના સોદાની રકમ રૂપિયા 14 લાખ લઈ તેઓ કાળા થેલામાં રાખી ઘરે જવા નિકળ્યા હતા. રાત્રિના દસ સાડા દસ વાગ્યા આસપાસ આરોપી શારદા ટાઉનશીપ પાસે પહોંચ્યા હતા. જ્યાં તેમના પિતા રૂપિયા ભરેલો થેલો લઈ તેમના મિત્રના મોટરસાયલ પાછળ બેઠા હતા તેમાથી ઉતરતા હતા. આ દરમિયાન તેમના ભાઈના દિકરા એટલે કે ફિરયાદીના કાકાના દિકરા હાર્દિક ચોવટીયાએ પૈસાનો થેલો ઝુંટવી લીધો હતો. આરોપીએ થેલો ઝુંટવી પોતાના હોન્ડા સાઈન મોટર સાયકલ લઈ નાસી ગયો હતો. આ મામલે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદ નોંધી આજીડેમ પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન આરોપી રાજકોટની ગોંડલ ચોકડીથી જુનાગઢ જવા નિકળ્યાની વિગત મળતા પોલીસે આરોપીની ગોંડર હાઈવે પરની શિવ હોટલ પરથી ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી લૂંટના રૂપિયા 14 લાખ તેમજ મોબાઈલ અને લૂંટમાં વપરાયેલું હોન્ડા સાઈન મોટરસાયકલ કબ્જે લઈ કાર્યવાહી કરી હતી.

વધુ વાંચો- કેજરીવાલ જાણી ગયા છે ગુજરાતમાં ક્યાં પૈસા નાખો તો મજબૂતી મળે ?

Must Read