Rajkot News : આંગડિયા પેઢીમાંથી પૈસા લઇને નીકળતા લોકોને લુંટવાની ઘટનાઓ છાશવારે બનતી જ રહે છે. આવી જ એક ઘટના રાજકોટ શહેરમાં બનવા પામી છે. આંગડિયા પેઢીમાંથી રૂ.1.20 લાખ રોકડા લઇ વેપારી ઘરે જવા નીકળ્યા હતા અને કાફેમાં ફૂડ (Food Parcel)નુ પાર્સલ લેવા ગયા એટલી જ વારમાં ગઠિયાઓ સ્કૂટરની ડેકી તોડીને રોકડ ભરેલો થેલો લઇને ફરાર થઇ ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, નાનામવા નજીકના સ્પીડવેલ પાર્ટી પ્લોટ (Speed well Party ploat) નજીક રહેતા વેપારી હિતેષભાઈ રંજોડિયાને તેમના ધંધાનું આંગડિયું આવ્યું હોવાથી બોમ્બે પેટ્રોલપંપ નજીક કીર્તિ અંબા આંગડિયા પેઢીએ ગયા હતા અને ત્યાંથી રૂ. 1.20 લાખ લઇને તે રકમ થેલામાં રાખીને થેલો સ્કૂટરની ડેકીમાં રાખ્યો હતો.
જૂઓ- સહારા સેબીનો કેસ પુરો થાય ત્યારે તમારા હક્કની રકમ પરત મળે ! આ કેવો જવાબ
બાદમાં સાંજે સાતેક વાગ્યે હિતેષભાઈ નાનામવા સિલ્વાર ગોલ્ડ સોસાયટી પાસે આવેલા મદ્રાસ કાફેમાં સાઉથ ઇન્ડિયન ફૂડનું પાર્સલ લેવા ગયા હતા. પાર્સલ લઇને તેઓ પોતાના સ્કૂટર પાસે આવ્યા ત્યારે તેઓ ચોંકી ગયા હતા. ડેકીમાં રાખેલો રોકડ ભરેલો થેલો ગાયબ હતો. હિતેષભાઈએ આસપાસમાં તપાસ કરતા કોઇ શંકાસ્પદ વ્યક્તિ નજરે ન પડતા અંતે પોલીસમાં જાણ કરી હતી.
વધુ વાંચો- પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની મોડી રાતે ધરપકડ, 300 કરોડના ગોટાળાનો મામલો: મહેસાણા
ઘટનાની જાણ થતા તાલુકા પોલીસની ટીમ દોડી ગઇ હતી અને પોલીસે ઘટનાસ્થળના નજીકના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક વ્યક્તિની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. તે જોતા ગઢિયાઓ હિતેષભાઈનો આંગડિયા પેઢીથી જ પીછો કરતા હોવાની શંકા સેવાઇ રહી છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.