Homeગુજરાતરાજકોટમિત્રની પત્ની સાથે પ્રેમસંબંધ રાખવાની ના પાડતા પતિએ પરણિતાએ ઢોર માર માર્યો

મિત્રની પત્ની સાથે પ્રેમસંબંધ રાખવાની ના પાડતા પતિએ પરણિતાએ ઢોર માર માર્યો

-

Rajkot News:રાજ્યમાં સ્ત્રીઓ પરના અત્યાચારમાં વધારો થઈ રહ્યો છે. તેમાં રાજકોટમાં (Rajkot) પુત્રવધુ પર સાસરીયાઓના અત્યાચારનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના આરટીઓ(Rajkot RTO) પાસે નરસીનગરમાં રહેતી પરણિતાએ જામનગર રહેતા પતિ કિરણ, સસરા મનસુખભાઈ અનંતરાય વાઘેલા અને સાસુ જમનાબેન સામે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી છે.

પરણિતાના લગ્ન કિરણ સાથે 2019માં થયા હતા. સાસુ-સસરાની ઇચ્છા આર્ય સમાજમાં લગ્ન કરાવવાની હતી પરંતુ ધામધૂમથી લગ્ન કરતા સાસુ-સસરા લગ્નમાં આવ્યા ન હતા.

પ્રેમસંબંધ રાખવાની ના પાડતા

લગ્ન બાદ પરણિતા તેના પતિ સાથે ભાડાના મકાનમાં રહેતી હતી અને ત્યારબાદ બંને માતા-પિતાના ઘરે રહેતા હતા. એ સમયે તેના પતિ કોઇ કામકાજ કરતા ન હોવાથી પરણિતાના માતા-પિતા તેઓનું ગુજરાત ચલાવતા હતા. ત્યારબાદ સસરાની તબિયત લથડતા પતિ કિરણ ખબર કાઢલા જામનગર ગયા હતા અને થોડા દિવસ બાદ પતિએ ફોન કરીને નોકરી મળી ગઈ છે અને તારી ડિલીવરી બાદ તેડી જઇશ તેવું કહ્યું હતું.

વધુ સમાચાર વાંચો: વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર માર્યો

વધુ સમાચાર વાંચો: યુવકને ડેમ પર ચઢવાનો સ્ટંટ કરવો પડી ગયો ભારે: વિડીયો વાયરલ

પુત્ર જન્મના ત્રણ માસ બાદ પતિ તેમને જામનગર લઈ ગયા હતા અને બંને ભાડાના મકાનમાં રહેતા હતા. પરંતુ ત્યાં સાસુ અને નણંદ આવીને ઘરકામ બાબતે મેણા મારતા હતા અને પતિ પણ ઝઘડો કરીને માર મારતા હતા.

થોડા સમય બાદ પતિને તેના મિત્રની પત્ની સાથે પ્રેમસંબધ હોવાની જાણ થતાં આ અંગે પતિને વાત કરતા પતિએ ઉશ્કેરાઈને તેણીને માર મારીને પુત્રને બહાર ફેંકવાની કોશિશ કરી હતી.

તેમજ પતિ અવારનવાર મિત્રોને ઘરે બોલાવીને ઘરમાં દારૂ અને ગાંજો પીતા અને પરણિતા વિરોધ કરે તો તેને માર મારતા હતા. તેમજ પતિના મિત્રની પત્ની રોજ ઘરે આવતી હતી તેને ઘરે આવવાની ના પાડતા તેણીનો પતિ બહાર શેરીમાં લઈ જઈને પાડોશીઓની હાજરીમાં ઢોરમાર મારતો હતો. જેથી પરણિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...