Homeગુજરાતરાજકોટરાજકોટમાં સતત બીજા દિવસે ST ના કર્મીઓના સુત્રોચ્ચાર યથાવત્, કલેક્ટર કચેરી ખાતે...

રાજકોટમાં સતત બીજા દિવસે ST ના કર્મીઓના સુત્રોચ્ચાર યથાવત્, કલેક્ટર કચેરી ખાતે મોનીટરીંગ કમિટીની બેઠક યોજવામાં આવી

-

Rajkot News : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Vidhansabha Election 2022)ઓ નજીક આવતા જ આંદોલનોનું પ્રમાણ વધી રહયું છે. સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇ મેદાને પડ્યા છે. તેમાં રાજકોટમાં આજે સતત બીજા દિવસે ST બસપોર્ટ ખાતે કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. હડતાળમાં મજૂર મહાજન, કર્મચારી મંડળ અને ભારતીય મજદૂર સંઘના સભ્યો માટે સંકલન સમિતિ બનાવી છે. તેમજ આંદોલન માટે બેઠકનું આયોજન કરાયું છે. ઉપરાંત આગામી દિવસોમાં ઘંટારવ કરાશે અને તે બાદ માસ CL ની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આજે સાંસદ મોહન કુંડારિયા તથા જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ કોર્ટ એન્ડ મોનીટરીંગ કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં રાજકોટ જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ચાલતા કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓએ તેમના વિભાગ દ્વારા કરાઇ રહેલી કામગીરીની વિગતો રજૂ કરી હતી. તે મુજબ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર મિશનમાં રાજકોટ સમગ્ર રાજ્યમાં ત્રીજા ક્રમે છે.

વિડીયો- LRD વેઈટીંગ લિસ્ટમાં રહેલી બહેનોએ મુંડન કરવાની ઉચ્ચારી ચીમકી:…

રાડકોટમાં 17,700થી વધુ અરજીઓનો નિકાલ કરાયો છે. જિલ્લામાં જમીન રી-સર્વે માટે કુલ 21,347 વાંધા અરજીઓ આવેલી છે. જે પૈકી 17,700થી વધુ અરજીઓનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. બાકીની અરજીઓમાં વાંધા નિકાલની કામગીરી પ્રગતિ હેઠળ છે. જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ 85 ઓરડાઓ મંજૂર થયેલા છે, જેમાં 71 ઓરડાના કામ પૂર્ણ થઈ ચૂક્યા છે, અને બાકીના ઓરડાના કામો પણ બહુ ટુંક સમયમાં પૂર્ણ થઈ જશે. જિલ્લામાં નવા 320 ઓરડાની દરખાસ્ત પણ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરી દેવામાં આવી છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જિલ્લામાં 153 શૌચાલયોનું નિર્માણ કરાયું છે.

જૂઓ વિડીયો- વર્ગ 3 – 4 ના કર્મચારીના પરિવારજનો શું કહે છે

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...